વડોદરાની આંગડિયા પેઢીમાં EDએ સપાટો બોલાવ્યો છે. જયાં સરદાર ભવન ખાંચામાં આવેલ પૂર્ણિમા આંગડિયા સર્વિસમાં EDના અધિકારીઓએ પૂછપરછ શરૂ કરી હતી. EDના અધિકારીઓએ આંગડિયા સર્વિસના કર્મચારી અને સંચાલકની પૂછપરછ કરી હતી.દરોડા હાથ ધરાતા બાકીના આંગડીયા પેઢીમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.
ઉલ્લેખનીય છે ભારત સરકાર દવારા કાળાનાણાંને બહાર કાઢવા માટે જે અભિયાન ઉપાડવામાં આવ્યું છે તેને કારણે સરકારના વિવિધ વિભાગો દવારા કેટલાય સ્થળે દરોડાની કામગીરી કરવામાં હાથ ધરવામાં આવી છે. થોડા સમય પહેલા જ વડોદરાના કે-10 ગ્રુપ સામે પણ તંત્રએ લાલ આંખ કરી હતી અને કેટલાય બેનામી વ્યવહારો પકડી પડ્યા હતા ત્યારે આજે ઇડી દવારા આંગડિયા પેઢી પર રેડ પાડવામાં આવી હતી.