|
અમેરિકાનું રાજ્ય મેક્સિકોમાં ભૂકંપના ઝટકા મહેસૂસ કરવામાં આવ્યા છે. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 8.1 માપવામાં આવી છે. ભૂકંપના કારણે રાજ્યના દરિયાના વિસ્તારમાં સુનામી એલર્ટ કરવામાં આવ્યું છે. ઓનલાઇન રિપોર્ટ્સ પ્રમાણે ભૂકંપની તીવ્રતા 8.0 કહેવામાં આવી છે.
મેક્સિકોના શહેર પિજિજીયાપનમાં આ ભૂકંપ આવ્યો છે, જ્યાં લોકોએ રસ્તા પર ભાગતાં જોવા મળી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે પિજીજિયાપનથી 123 કિલોમીટર દૂર ભકંપનું કેન્દ્ર છે, જે જમીનમાં આશરે 33 કિલોમીટરના અંતર પર છે. સૂનામીની ચેતાવણી કેન્દ્રએ જાણકારી આપી છે કે ભૂકંપની તીવ્રતા એટલી વધારે છે કે એનાથી સુનામી પણ આવી શકે છે.
ભૂકંપના કારણે કોઇ જાનમાલના નુકસાનની કોઇ માહિતી મળી નથી. ભૂકંપના ઝટકા 90 સેક્ન્ડ સુધી મહેસૂસ કરવામાં આવ્યા, જેના કારણે લોકો ઓફિસ અને ઘરની બહાર નિકળી ગયા.
|