અમદાવાદ એરપોર્ટ પર DRI દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં. દિલ્લી જતા ત્રણ પેસેન્જર પાસેથી USના 26,300 ડોલર મળી આવ્યા હતાં. DRIએ મનોજ કુમાર, આકાશ સિંધુ, અને સંદીપ પારેખની ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય ચલણ પ્રમાણે 17 લાખની રકમ કબ્જે કરવામાં આવી હતી. ત્રણેય વ્યિકતએ કસ્ટમમાં ડિકલેરેશન કરાવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે એરપોર્ટ પર ક્યારેક મોટા પ્રમાણમાં ગેર કાયદેસર વસ્તુઓની હેરા ફેરી કરવામા આવતી હોય છે તેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારે ખાસ ધ્યાન રાખવામાં આવતુ હોય છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર DRI દ્વારા દરોડા પાડવામાં આવી હતી. આ લોકો પાસેથી 17 લાખની રકમ ઝડપી પાડી હતી.
|