સુરતઃ સ્વામી ચતુર્ભુજ સામે છેતરપિંડીનો ગુનો દાખલ થતાં ચકચાર મચી જવા પામી છે. નોટબંધી સમયે નોટની અદલાબદલી કરવાના મામલે ફરિયાદ નોંધાઇ છે. જમીન દલાલ પાસેથી રૂ. 2.51 કરોડની જૂની નોટ લીધી હતી. અને જૂની ચલણી નોટના બદલામાં રૂ. 1.4 કરોડ જ આપી છેતરપિંડી આચરી હતી. સરથાણા પોલીસે નાણા લેનાર મહીપાત સોલંકી સામે પણ ગુનો નોંધ્યો છે. સમગ્ર બનાવને પગલે જમીન દલાલે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી.
હવે સ્વામી નારાયણ સંપ્રદાયના ચતુર્ભુજ સ્વામીએ પોતાના માણસો દ્વારા જૂની નોટો બદલી આપવાની ઓફર કરી હતી. જેમાં તેણે જૂની નોટો લઇ નવી નોટો આપી ન હતી તેવી ફરિયાદ પોલીસે સ્વામી સહિત બે લોકો સામે નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
|