|
નવી દિલ્હી: હિંદુત્વવાદી રાજનીતિ વિરુદ્ધ વિચાર વ્યક્ત કરનારા વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશની મંગળવારે રાતે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સે ગૌરી લંકેશની હત્યા કરીને ખુશી વ્યક્ત કરી ત્યારબાદ ટ્વિટર પર આ વાતને લઇને વિવાદ ઊભો થયો. ખુશી વ્યક્ત કરનારામાં કેટલાક ટ્વિટર અકાઉન્ટ્સ એવા હતા, જેને પ્રધાનમંત્રી ફોલો કરે છે. એવામાં આ ટ્રોલ્સને ફોલો કરવાનો વિરોધમાં પીએમ મોદી વિરુદ્ધ ટ્વિટર પર 'બ્લોક નરેન્દ્ર મોદી' ટોપ ટ્રેડ કરી રહ્યા છે.
આશીષ મિશ્રા નામના એક યૂઝર્સે લખ્યું છે કે બુરહાન વાની બાદ હવે ગૌરી લંકેશની મારી નાંખવામાં આવ્યા કેટલી દુખદ વાત છે. તો બીજા ટ્વિટમાં લખ્યું કે અમને જોઇએ આઝાદી, જિહાદીયોથી જય શ્રી રામ, જય શ્રી રામ. એક ટ્વિટને રીટ્વિટ કરીને લખ્યું કે જેસી કરની , વેસી ભરની. પીએમ મોદી ઉપરાંત આશીષને ટ્વિટર પર કેન્દ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદ અને વિજય ગોયલ પણ ફોલો કરે છે.
કેટલાક યૂઝર્સે પીએમ મોદીને હિંસાનો સમર્થક કરાર આપ્યો. તો કેટલાક યૂઝર્સે કથિત રીતે પીએમને પત્રકાર બાબતે સમર્થન કરનારને દોષિત ગણાવ્યા. એક યૂઝરે ટ્વિટ કરીને લખ્યું કે જો આપણા પ્રધાનમંત્રી આવા પાગલ લોકોને ફોલો કરે છે તો સારું થશે એમને પણ બ્લોક કરવામાં આવે. એક બીજા યૂઝરે ભાજપને વોટ ના આપવાની શપથ લેજો એવું લખ્યું કારણ કે ભાજપ પોતાના ખરાબ રાજકારણથી દેશને બરબાદ કરી રહી છે.
|