બોલીવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકરે તેના ફિલ્મ કરિયરની શરૂઆત બોલીવુડ ફિલ્મ "દમ લગાકે હઇશા"થી કરી હતી.ત્યારે હાલમાં તે અક્ષયકુમાર સાથે "ટોયલેટ-એક પ્રેમકથા" ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે. મિડિયાને માહિતી અનુસાર ફિલ્મ ટોયલેટએ પ્રથમ દિવસે 13 કરોડ રૂપિયાની કમાઇ કરી હતી.
જ્યારે ભૂમિ પેડનેકરની તેના આઉટફિટને લઇને કેટલીક ફોટો વાયરલ થઇ રહી છે. ભૂમિ અને અક્ષય બન્ને તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે મુંબઇ વિસ્તારમાં જુહુમાં આવેલા પીવીઆર પાસે ભૂમિની હોટ ટ્રાન્સપેરન્ટ ટોપમાં લેવામાં આવેલી કેટલીક તસ્વીરો વાયરલ થઇ રહી છે.
ત્યારે ટુંક સમયમાં ભૂમિ તેના પહેલા સાથી કલાકાર આયુષ્માન સાથે આવનારી ફિલ્મ "શુભ મંગલ સાવધાન"માં જોવા મળશે.
|