અમરનાથ યાત્રાના મૃતકોની શાંતિ માટે મુસ્લિમ બિરાદર દ્વારા ભાગવત કથાનું આયોજન
By : admin 10:07 PM, 08 August 2017 | Updated : 10:07 PM, 08 August 2017
|
વાપીમાં કોમી એકતા સમી ભાગવત કથાનો આરંભ થયો છે. અમરનાથ યાત્રા પર થયેલ આતંકવાદી હુમલામાં મોતને ભેટેલા યાત્રીઓની આત્માની શાંતિ માટે વાપીમાં મુસ્લિમ બિરાદર દ્વારા ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છ. જોકે મોટી વાત એ છે કે ભાગવત કથાની પોથી યાત્રા એક મુસ્લિમ પરિવારના ઘરેથી હર્સોલ્લાસથી નિકળી હતી. જેમા મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો પણ જોડાયા હતાં. અને એક કોમી એકતા નું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું હતુ ...
ઔદ્યોગિક નગરી વાપી માં આજ થી એક અનોખી ભાગવત કથા નો આરંભ થયો છે. અમરનાથ યાત્રા પર થયેલ આતંકવાદી હુમલા માં મોત ને ભેટેલ મૃતકો ની આત્મા ની શાંતિ માટે આ ભાગવત કથા નું આયોજન કરવા માં આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે ધર્મ ના નામે જેહાદ ના રસ્તે નીકળી ને આતંકવાદી પ્રવૃતિ માં જોડાઇ ને નિર્દોષ શિવભક્તો પર ધર્માઁધ આતંકવાદીઓ એ હુમલો કર્યો હતો. જેમા 7 શિવભક્તો ના મોત થયા હતા. અને આ હૂમલા માં ભોગ બનેલ બસ ના મુસ્લિમ ચાલક સલીમ શેખ એ બહાદુરી પુર્વક બસ ચલાવી ને યાત્રીઓ ના જીવ બચાવ્યા હતા. તો આજે વાપી માં આતંકવાદી હૂમલા નો ભોગ બનેલ યાત્રીઓ ના આત્મા ની શાંતિ માટે યોજાયેલ આ ભાગવત કથા ના મુખ્ય યજમાન એક મુસ્લિમ બિરાદર જાબીર ભાઇ બોગા છે. જેઓ આ કથા ના આયોજન ની મોટા ભાગ ની જવાબદારી નિભાવી રહ્યા છે. અને કથા ના આરંભ માં કથા ની પોથી યાત્રા પર આ મુસ્લિમ બિરાદર જાબિર ભાઇ ના ઘર થી નિકળી હતી.
સતત 8 દિવસ સુધી ચાલનાર આ અનોખી કોમી એકતા સમી ભાગવત કથા માં વક્તા તરીકે દક્ષિણ ગુજરાત ના જાણીતા કથાકાર પ્રફૂલ ભાઇ શુક્લ છે. જેઓ ભાવીકો ને કથા નું રસ પાન કરાવશે. કથાકાર પ્રફૂલ ભાઇએ આજ સુધી દેશ વિદેશ માં 738.જેટલી કથાઓ કરી છે. જોકે તેમના મતે આ વખત ની કથા અનેક રીતે અનોખી છે. પ્રથમ વખત ભાગવત કથા ની પોથી યાત્રા એક મુસ્લિમ બિરાદર ના ઘર થી નીકળી હતી. આથી ખરા અર્થ માં આ કથા કોમી એકતા નું અનોખું ઉદાહરણ બની રહી છે ..તો લોકો પણ આ કથા ને લઇ ને ઉત્સાહિત છે.
વાપી માં યોજાઇ રહેલ આ ભાગવત કથા ના આયોજન માં મુસ્લિમ બિરાદર જાબિર ભાઇ બોગા સહિત અનેક મુસ્લિમ અગ્રણીઓ પણ સહયોગ કરી.રહ્યા.છે. તો સાથે આ કથા ના આયોજન દરમ્યાન હિંદુ મુસ્લિમ સીખ અને ઇસાઇ.ધર્મ ના અગ્રણીઓ પણ હાજરી આપી ને કોમી એકતા નો સંદેશ આપસે. આમ વાપી ની આ કથા ખરા અર્થ માં કોમી એકતા નું ઉત્તમ ઉદાહરણ બની રહેશે.
|
|
|