|
ડેરાના સમર્થકોનો કથિત ભગવાન એ ભગવાન નહીં પરંતુ શૈતાન છે, જી હાં. એ શૈતાન જેના નામે 38 લોકોનો મોતનો કલંક છે. ગુરમિતના ચુકાદા બાદ હરિયાણા અને પંજાબમાં ફાટી નીકળેલી હિંસા પૂર્વનિયોજીત કાવતરું હતું. એટલું જ નહીં એકલા પંચકૂલાને સળગાવવા માટે રૂપિયા પાંચ કરોડ હોમાયા હતા. કેસની તપાસ કરી રહેલી SIT સામે કેટલાક ચોંકવાનારા ખુલાસા થયા છે. શું છે આ ખુલાસા, જોઈએ આ અહેવાલમાં
સંત નહીં ગુનેગાર છે આ
જેણે લીધા નિર્દોષોના ભોગ
જેણે સંત પરંપરાને કરી કલંકિત
જેણે ભડકે બાળ્યું આખે આખું શહેર
ડેરાના હજારો સમર્થકોનો આ ભગવાન ભગવાન નહીં શૈતાન છે. એવો શૈતાન જેણે પોતાના જ સમર્થકોને હિંસાની આગમાં ઝોકી દીધા..એવી હિંસા જેણે ધર્મના નામે ફેલાવી. સાધ્વી પર બળાત્કારના આરોપમાં ગુરમિત રામ રહિમને કોર્ટે દોષી ઠેરવ્યો, આ સાથે જ પંજાબ અને હરિયાણા ભડકી ઉઠયા. સૌથી વધુ તોફાન થયું પંચકૂલીમાં. એવું તોફાન જેણે 20થી વધુનો ભોગ લીધો. પંચકૂલાની હિંસા પૂર્વનિયોજીત હતું, એક એવું કાવતરું જેને ઈરાદાપૂર્વક અંજામ આપવામાં આવ્યો. જી હાં, ગુરમીતના જ ચેલાઓએ સાથે મળીને હિંસાનું ષડયંત્ર રચ્યું. એકલા પંચકૂલા માટે પાંચ કરોડનો ધૂમાડો કરવામાં આવ્યો.
આ મામલે તપાસ કરી રહેલી SIT સામે સ્ફોટક ખુલાસા થયા છે. પંચકૂલા હિંસામાં ગુરમીતની લાડલી હનીપ્રીત, ડેરાના મેનેજર આદિત્ય ઇંસા, સુરિદ્ર ધીમાનની સંડોવણી બહાર આવી છે. પંચકૂલામાં હિંસા માટે ભાડૂતી ગુંડાઓને પાંચ કરોડ અપાયા હતા. પંચકૂલાના ડેરા મેનેજર ચમકૌર સિંહને આ જવાબદારી સોંપાઈ હતી. બાબાના જેલ ગયા બાદ ચાર લોકો સામે દેશ દ્રોહનો કેસ થયો છે. જેમાં આદિત્ય ઇંસા, હનીપ્રીત સહિત બે સામેલ હતા. ચમકોર સિંહ સામે પણ દેશદ્રોહનો કેસ કરાયો છે, જે બાદથી તે ફરાર છે.
- ડેરા હિંસાના ષડયંત્રનો પર્દાફાશ
- તપાસ કરી રહેલી SIT સામે થયા સ્ફોટક ખુલાસા
- હનીપ્રીત, આદિત્ય ઇંસા, સુરિદ્ર ધીમાનની સંડોવણી
- પંચકૂલા હિંસા માટે ભાડુતી ગુંડાઓ પાછળ 5 કરોડનો ખર્ચ
- પંચકૂલાના ડેરા મેનેજર ચમકૌર સિંહે સંભાળી હિંસાની જવાબદારી
પંચકૂલા ઉપરાંત પણ અન્ય વિસ્તારોમાં ડેરા સમર્થકોને ઉશ્કેરવામાં આવ્યા. આ માટે ભાડુતી માણસો બોલાવવામાં આવ્યા હતા. જેમણે હિંસા ભડકાવવાની પહેલ કરી અને બાદમાં સમર્થકો પણ તેમાં જોડાયા. ડેરા સમર્થકોએ તેમની મોત બાદ તેમના પરિવારજનોને આર્થિક મદદની ઓફર પણ કરાઈ હતી. એટલે સુધી કે સુરિન્દર ધીમાન અને ચમકૌર સિંહે તેમજ અન્ય સ્થાનિક લોકોએ હિંસા પહેલા ડેરાના લોકો માટે લંગર પણ શરૂ કર્યા હતા. હાલમાં પોલીસ હિંસા ફેલાવનારા ગુંડા તત્તવો પર વોચ રાખી રહી છે. આ સાથે જ હિંસા માટે જરૂરી સામગ્રી પુરી પાડનારા પણ પોલીસની રડારમાં છે.
ઉલ્લેખનીય છે કે 25 ઓગસ્ટના પંચકૂલાની CBI કોર્ટે બળાત્કારના કેસમાં ગુરમિત રામ રહિમને કોર્ટે દોષિત જાહેર કર્યો હતો. જે બાદ ડેરાના સમર્થકો પંચકૂલામાં ભયાનક તોફાન કર્યું હતું. આ હિંસાની આગ ધીરે ધીરે હરિયાણા-પંજાબ ઉપરાંત રાજસ્થાન, દિલ્લી અને ઉત્તર પ્રદેશ સુધી પહોંચી હતી. એકલા પંચકૂલામાં 32 લોકોના મોત થયા હતા. જ્યારે કુલ 38 જેટલા ડેરા સમર્થકો આ આગમાં હોમાઈ ગયા.
|