|
નવી દિલ્હી: બે મહિના બાદ નવા આઈફોનનું લોન્ચિંગ એપલ દ્વારા કરવામાં આવશે. દસમી વર્ષગાંઠ પર એપલ આઈફોનને નવો લુક આપવા જઈ રહ્યું છે, જેનું નામ આઈફોન એક્સ અથવા આઈફોન - 8 રાખે તેવી શક્યતા છે. કંપનીનું ટ્રેક રેકોર્ડ જણાવે છે કે લોન્ચીંગ પહેલા જ તેની ડિઝાઇન લીક થઇ જાય છે. છેલ્લા કેટલાક મહિનાથી ડિઝાઇન, રેન્ડર, ડાયાગ્રામને લઈને ઇન્ડસ્ટ્રી કોન્સેપ્ટ ઇન્ટરનેટ પર જોવા મળી રહ્યો છે.
હાલમાં એક લીક થયેલી ડીઝાઇન ફાઇનલ થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફોર્બ્સે દ્વાર કેટલાક ફોટાઓ શેયર કરીને દાવો કરવામાં આવ્યો છે કે આ આગામી આઈફોન-8 અથવા આઈફોન એનિવર્સરી એડીશન હોય શકે છે.
આ વેબસાઈટના કહેવા મુજબ તેને કેસ ડિઝાઈનર નોડુંના સપ્લાય પાસેથી CAD ફાઈલ મેળવી છે. આ ફાઈલના આધારે જ તેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. આ ફોટગ્રાફસમાં ચોખ્ખુ દેખાઈ રહ્યું છે કે આ વખતે કંપનીએ ડિસ્પ્લે વધુ અને બેજલ ઓછી આપી છે. સેમસંગ,એલ જી,અને જીઓમીએ પણ પહેલા આવું કર્યું હતું. ફોટો અને લીક રિપોર્ટના આધારે વાત કરીએ તો આઇફોન 8 માં 5.8 ઇંચની ઓલેડ ડિસ્પ્લે આપવામાં આવશે. આ સિવાય આ ડિઝાઇન રેન્ડરમાં બે કેમેરા જોવા મળશે જેનું સેટઅપ વર્ટિકલ છે.
રિપોર્ટ મુજબ વર્ટિકલ રિયર કેમેરા બે આપવાનું કારણ ઓગમેટેડ રિયાલિટી, 3ડી સેન્સિંગ અને ડેપ્થ ઓફ ફિલ્ડ ફીચર જોડવામાં આવેલ છે. ફોર્બ્સ મુજબ લાઈટનિંગ પોર્ટ આ વખતે પણ હશે અને હેડફોન જેક આ વખતે પણ નહિ જ હોય. ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ડિઝાઇન પહેલા પણ લીક થઇ હતી અને એટલું જ નહિ કેટલાક વીડિયો પણ એવા હતા જેમાં આ પ્રકારના કોન્સેપ્ટ બતાવવામાં આવ્યા હતા.
હાલમાં એ નક્કી નથી કે ટચ આઈડીને ડિસ્પ્લે સાથે જોડવામાં આવશે કે નહિ કારણ કે આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વખતે ટચ આઈડીને બાયોમેટ્રિક સ્કેનની જેમ ઉપયોગમાં લેવામાં આવે. એટલે અહીંથી જ ફેશિયલ રેકગ્નાઈઝેશન થકી આઈફોન અનલોક થઇ શકે.
આવનાર સમયમાં આઈફોન 8 ને લઈને તસવીરો બહાર આવી શકે છે.આપને જણાવીએ કે કંપની સપ્ટેમ્બરમાં આઈફોન 7એસ અને આઈફોન 7એસ પ્લસ લોન્ચ કરશે. આ સાથે જ એક ખાસ આઈફોન પણ લોન્ચ કરી શકે છે જેને આઈફોન એકસ,અથવા આઈફોન 8 કહેવામાં આવી શકે છે.

|