બનાસકાઠા અને પાટણમાં પુરની સ્થિતી બાદ હજુ પણ આ વિસ્તારોની પરિસ્થિતી ખરાબ હોવાને લઇને અલ્પેશ ઠાકોર આવતી કાલે પૂરગ્રસ્ત વિસ્તારોમાં કાર્ય દર્શન યાત્રા કરશે. જેમા ક્ષત્રિય ઠાકોર સેનાના 15000 હજાર જેટલા કાર્યકર્તાઓ બનાસકાંઠા અને પાટણ ના પુર અસરગ્રસ્ત 80 જેટલા ગામોમાં જઇને અસરગ્રસ્ત લોકોને જરૂરી સહાય પોહચડાશે અને જરૂરીયાતમંદ લોકોનો એક સર્વે પણ હાથ ધરશે
તેમજ આ સર્વેના આધારે એક રિપોર્ટ બનાવીને સરકારને આ રિપોર્ટ આપવામાં આવશે અને જરૂરી સહાય ચૂકવવા માટેની માગ કરવામાં આવશે. સાથે જ અલ્પેશે સરકાર પર આક્ષેપ કરતા કહ્યુ કે જરૂરિયાતમંદ વ્યક્તિઓ ને હજુ સુધી સરકારની કોઈ સહાય નથી પહોંચી અને સરકારી સર્વે પણ ભૂલભારેલો છે તો પુર સહાયના પૈસા ખવાઈ ને ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો પણ અલ્પેશ ઠાકોરે આક્ષેપ કર્યો.
|