Wednesday, April 24, 2019

ચોમાસું / રાજ્યમાં ઠેર-ઠેર કમોસમી વરસાદ થતાં ખેડૂતોને ચિંતા, જુઓ ક્યાં ક્યાં થયો

રાજ્યમાં ઠેર-ઠેર કમોસમી વરસાદ થતાં ખેડૂતોને ચિંતા, જુઓ ક્યાં ક્યાં થયો

અમદાવાદ: હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ હવે રાજ્યના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. વેરાવળ સહિત આજુબાજુના પંથકોમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
વહેલી સવારે અચાનક પડેલા વરસાદને કારણે ઘઉં, ચણા અને તુવેર સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં સીધી અસર થતા. ઘરતીપુત્રો ચિંતામાં મુકાયા છે.


દિવમાં વાદળછાયું વાતાવરણ
રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ત્યારે સમગ્ર રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દિવમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો. દિવમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોમાં ચિંતા વધી છે. ખેડૂતોમાં ચિંતા વધી છે કે પાકને નુકસાન ના થાય. 
ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થવાની ચિંતા વધી છે. બીજી તરફ, વાતાવરણમાં પલટો આવતા બેવડી ઋતુનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે વાતાવરણમાં આવેલા પલટા બાદ રાજ્યમાં પણ કેટલાક ઠેકણે માવઠુ જોવા મળ્યુ. રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી છાટા પડ્યા હતા.
સાબરકાઁઠામાં બદલાયો મોસમનો મિજાજ
સાબરકાંઠા જિલ્લાનું વાતાવરણ પલટાયું છે. હિમતનગરમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો. શીયાળાની સિઝનના અંતિમ દિવસોમાં વરસાદી માવઠા થયા હતાં. આ વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ફરી ઠંડક પ્રસરી હતી.
ભરૂચમાં વરસાદી વાતાવરણ
રાજ્યમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે ભરૂચમાં વરસાદી વાતાવારણ જોવા મળ્યુ હતું. ભરૂચ શહેર અને જિલ્લામાં કેટલાય સ્થળો પર કમોસમી વરસાદ પડ્યો હતો. મહત્વનું છે કે,રાજસ્થાનમાં સર્જાયેલાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશનના પગલે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી.
બનાસકાંઠાના ખેડૂતોની ચિંતા વધી
રાજ્યમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે બનાસકાંઠાના સુઈગામમાં વરસાદી વાતાવારણ જોવા મળ્યુ હતું. ધીમી ધારે વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. વરસાદી વાતાવરણને લઈને જીરા અને રાયડાના પાકમાં નુકશાન થવાની શક્યતા સેવાઈ રહી છે. મહત્વનું છે કે,રાજસ્થાનમાં સર્જાયેલાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશનના પગલે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ