VIDEO:સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે બનાસકાંઠા કોંગ્રેસમાં ઘમાસાણ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે જ બનાસકાંઠા કોંગ્રેસમાં ઘમાસાણનો માહોલ જામ્યો છે.મળતી માહિતી પ્રમાણે,જિલ્લા કોંગ્રેસના વહીવટદારો દ્વારા જિલ્લા-તાલુકાની સીટો પર 2 થી વધુ ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા છે. જેને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં રોષ ફે

આચારસંહિતાના ભંગ મામલે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલે આપી હાજરી

સિદ્ધપુર: આજરોજ પાટણ જીલ્લાના સિધ્ધપુર તેમજ ચાણસ્મા પોલીસ મથકે પાસ કન્વીનર હાર્દિક પટેલે હાજરી આપી હતી. હાર્દિક પટેલ ઉપર ચુંટણી સમયે યોજાયેલ જાહેર સભામાં આચારસંહિતા ના ભંગ ની ફરિયાદ ચૂંટણી બાદ પોલીસ મથકે નોંધાઇ હતી. સિધ્ધપુરની સભા તેમજ લણવા ગામની સભામાં આચારસંહિતા નો ગુનો બનતો હો

બનાસકાંઠામાં નર્મદા કેનાલ પર છેલ્લા 3 દિવસમાં 800 જેટલા કનેક્શન કપાયા

બનાસકાંઠા નર્મદા કેનાલ પર છેલ્લા 3 દિવસમાં 800 જેટલા ગેરકાયદે કનેક્શન કપાયા હોવાની માહિતી મળઈ રહી છે. કનેક્શન કપાતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે.  મળતી માહિતી અનુસાર નર્મદા અધિકારીઓ હાલમાં ગેરકાયદે પાણી કનેક્શન લેતા લોકો પર લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે છેલ્લા 3 દિવસમાં અધિકા

VIDEO: વડનગરમાં મ.ભોજન સંચાલકના આપઘાતનો મામલો, જિલ્લા કલેક્ટરે પરિવારજ

મહેસાણા: વડનગરના શેખપુરમાં મધ્યાહન ભોજનના સંચાલકે આપઘાત કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. શિક્ષકોના ત્રાસથી આપઘાત કર્યું હોવાનું સ્યુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે.  આ અંગે પ્રાપ્ત થતી વિગતોનુસાર વડનગરમાં રહેતા મહેશ ભીખાભાઇ ચૌહાણ શેખપુર ગામની પ્રાથમિક શાળામાં 20 વર્ષથી મધ્યા

મહેસાણાના પૂર્વ મંત્રી અનિલભાઇ પટેલનું 73 વર્ષની વયે નિધન

મહેસાણા: મહેસાણાના પૂર્વ ધારાસભ્ય, પૂર્વમંત્રી અનિલભાઇ પટેલનું 73 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ગુજરાત સરકારમાં ઉદ્યોગમંત્રી રહી ચૂક્યા હતા. આ ઉપરાંત તેઓ ગણપત યૂનિવર્સિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. બપોરે ખેરવા કેમ્પસથી તેમની અંતિમયાત્રા થશે બાદમાં અંતિમ સંસ્કાર થશે. 

ઉલ્લેખની

થરાદમાં હિટ & રનઃ રોડ સાઈડમાં ઉભેલા યુવકને ટ્રક કચડ્યો, ટ્રક ડ્રાઈવર ફરાર  

રાજ્યમાં છેલ્લા કેટલાય મહિનાઓથી હિટ એન્ડ રનના કેસ વધી રહ્યા છે. એવામાં બનાસકાંઠાના થરાદમાં પણ એક રાહદારીનું ટ્રક નીચે કચડાતા મોત થઇ ગયું છે. થરાદ ચાર રસ્તા પાસે આ રાહદારી યુવાનનું મોત થયું હતું. 

ઘટનાની હકીકત એવી છે કે, થરાદ ચાર રસ્તા પાસે યુવક ઉભેલો હતો, તે જ સમયે ટ્રક અચાન

VIDEO: બનાસકાંઠામાં નર્મદા કેનાલનું કનેક્શન કાપવા મામલે ખેડૂતોમાં આક્રોશ

બનાસકાંઠાઃ જિલ્લાનાં નર્મદા કેનાલમાંથી કનેકશન કાપવાનાં મામલે આજે બીજા દિવસે અધિકારીઓ નહેર પર પહોંચ્યાં હતાં. પોલીસનાં પહેરા વચ્ચે નર્મદા નહેરનાં અધિકારીઓએ ખેડૂતોનાં કનેકશન કાપવાનું શરૂ કર્યું હતું.

કનેકશન કપાતાં જ પાટણ બનાસકાંઠાનાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો.

અલ્પેશ ઠાકોરે બહુચરાજીની મુલાકાત દરમિયાન મારૂતિ અને હોન્ડા કંપનીઓને આપી ધમકી

મહેસાણાઃ બહુચરાજીની મુલાકાતે આવેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં યુવા રોજગારી અંગે આકર ચિંતા વ્યક્ત કરી હતી. તેની સાથે જ બહુચરાજી-વિરમગામ હાઈવે પર આવેલી મારુતિ અને હોન્ડા જેવી કંપનીને ચેતવણીના સૂરમાં ધમકી પણ ઉચ્ચારી હતી.

અલ્પેશ ઠાકોરે જણાવ્યુ હતુ

નર્મદા કેનાલ પર પોલીસનો પહેરો, ખેડૂતોના કનેકશન કપાયા

બનાસકાંઠા જિલ્લાના નર્મદા કેનાલમાંથી કનેકશન કાપવાના મામલે આજે બીજા દિવસે પણ અધિકારીઓ નહેર પર પહોંચ્યા હતા. પોલીસના પહેરા વચ્ચે નર્મદા નહેરના અધિકારીઓ દ્વારા ખેડૂતોના કનેકશન કાપવાનુ શરૂ કર્યુ હતું.

નર્મદા અધિકારીઓ દ્વારા કનેકશન કપાતા પાટણ બનાસકાંઠાના ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. અધિક

VIDEO: ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામોને લઇને સરપંચ અને સંભ્યો અંગે લોકોમાં ઉત્સાહ

ગ્રામ પંચાયતોની યોજાયેલ ચૂંટણીના પરિણામો આજે જાહેર થવાના છે. એ  સાથે જ સરપંચપદ અને સભ્યપદ માટેના ઉમેદાવારોનું ભાવિ પણખૂલશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યની 1211  ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 4 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું જેમાં 5928 ઉમેદવારોએ સરપંચ પદ માટે  અને 22,036 ઉમ

મહેસાણાની વડનગર સબ જેલમાં આરોપી મહિલાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

મહેસાણા: વડનગરની સબ જેલમા આરોપી મહિલાએ આપઘાત કરયો હોવાની માહિતી મળી છે. મહિલા આરોપીએ આપઘાત કર્યા હોવાના સમાચાર વાયુવેગે ફેલાતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર વિજયાબેન રાણા નામની મહિલાએ આપઘાત કર્યો છે.  આ મહિલા ખેરાલુના ચાણસોલ ગામમાં પુત્ર સાથે મળી પુત્રવધુની હત્યા

VIDEO: નર્મદા કેનાલમાંથી ગેરકાયદેસર પાણી લેતા સામે અધિકારીઓની લાલ આંખ

બનાસકાંઠામાં નર્મદાના કેનાલમાંથી લોકો દ્વારા ગેરકાયદેસર રીતેથી પાણી લેવામાં આવે છે. ત્યારે હવે આ મામલે અધિકારીઓ એક્શનમાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર બનાસકાંઠામાં નર્મદા કેનાલમાંથી ગેરકાયદેસર પાણી લેવામાં આવતું હતું. આ વાતની જાણ થતાં નર્મદાના અધિકારીઓએ લાલ આંખ કરી છે. અધિકારીઓએ ગ


Recent Story

Popular Story