જૂનાગઢ: યુવતીના આપઘાત મામલે વિસાવદરના બે PSI સામે ગુનો દાખલ

જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં પોલીસના ત્રાસથી યુવતીના આપઘાત મામલે આખરે 24 કલાક બાદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

આ અંગે વિસાવદરના બે PSI  સામે ગુનો દાખલ કરાયો છે. PSI વી.ટી પરમાર, અને આર.કે સાનિયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે

જામનગર: વીજ જોડાણમાં ફેરફાર ન થતાં ખેડૂતે કર્યો આપઘાત

સૌરાષ્ટ્રમાં વધુ એક ખેડૂતે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. જામનગરના વાગુદળ ગામે મનસુખ ભુતના નામના ખેડૂતે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. વીજ જોડાણમાં ફેરફાર નહી થતાં ખેડૂતે આપઘાત કર્યો હતો. જોકે ખેડૂતે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હોવા છતાં વીજ જોડાણ ખેડૂતને મળ્યું ન હતું, અને ખેડૂત

જૂનાગઢ: પિતાને પોલીસે ઢોર માર મારતા દીકરીએ કર્યો આપઘાત 

જૂનાગઢના વિસાવદરમાં એક આધેડ શખ્સને પોલીસે માર મારતા દીકરીએ દવા પીધાની ઘટના સામે આવી છે. પિતાને માર મારવાના મામલામાં દીકરીએ પોલીસને આપઘાતની ચિમકી પણ આપી હતી. સમગ્ર ઘટના વિશે જણાવીએ તો, જુનાગઢના વિસાવદરમાં એક આધેડ ઉમરના વ્યક્તિને પોલીસે ઢોર માર માર્યો હતો. પોલીસે ઢોર માર મારતા તે વ

રાજમોતી ઓઈલ મીલના માલિક સમીર શાહ સામે નોંધાઇ છેતરપિંડીની ફરિયાદ

રાજકોટ: રાજમોતી ઓઈલ મીલના માલિક અને સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસિએશનના પ્રમુખ સમીર શાહ ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. મારૂતિ પ્રોટિન્સના માલિક જયંતીભાઈ ડેડાણીયાએ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં સમીર શાહ સહીત 6 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. આ સિવાય કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાના પુત્ર ભવદીપ વાળા

VIDEO : ગ્રીન લીફ વોટર વર્લ્ડમાંથી થયેલ 25 લાખની ચોરીનો ઉકેલાયો ભેદ,3 ઝડપાયા

રાજકોટમાંથી થયેલી રૂ.45 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 42 લાખ 82 હજારની રોકડ કબ્જે કરી છે.ગ્રીન લીફ વોટર વર્લ્ડમાંથી 45 લાખની ચોરી થઇ હતી.. 
 

નલીન કોટડિયાને શોધવા તપાસ તેજ,મોડી રાતે ધારીના ફાર્મ હાઉસમાં CID ક્રાઇમના દરોડા

અમરેલી: બિટકોઈન પ્રકરણમાં સંડોવાયેલા પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાને પકડવા CID ક્રાઈમે ધારીના જંગલના એક ફાર્મ હાઉસમાં દરોડા પાડયા હતા. ફાર્મમાં ઉપસ્થિત રાજુભાઈ નામના વ્યક્તિની પૂછપરછ કરી તેનું નિવેદન નોંધ્યું છે. 

તો ધારીમાં આવેલા જીગ્નેશભાઈ કોટડિયાની ગૌશાળામાં દરોડા પાડી તેમન

ભાવનગર: અપહરણ કેસમાં CCTVના આધારે અપહરણકર્તાઓને પોલીસે ઝડપી લીધા

ભાવનગરમાંથી એક વ્યક્તિનાં અપહરણના મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ આરોપીની ધરપરડ કરી છે. ભાવનગરના ક્રેસન્ટ સર્કલ પાસેથી યોગરાજ નામના વ્યક્તિનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ અપહરણના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. 

CCTVના દ્રશ્યોમાં સ્પષ્ટ જ

VIDEO : પાણી ટેન્શન લાવે તાણી ! ભાવનગરના નારી ગામે સર્જાઇ પાણીની કટોકટી

ભાવનગર મહાનગરપાલિકામાં 2 વર્ષ અગાઉ જેનો સમાવેશ કરવામાં આવ્યો હતો તે નારી ગામમાં ઉનાળાના દિવસો આવતા સાથે જ પીવાના પાણીની ગંભીર કટોકટી ઉભી થઇ છે. મનપા દ્વારા જે પાણી આપવામાં આવે છે તે પણ અશુદ્ધ હોવાથી લોકોમાં રોગચાળો થાય તેવી ભીતિ આ વિસ્તારના લોકોએ વ્યક્ત કરી છે.  

ઉલ્લેખનીય છ

VIDEO: નોટબંધીની મજાક !,રાજકોટમાંથી ઝડપાઇ 1.69 કરોડની જૂની ચલણી નોટ

રાજકોટમાં જૂની ચલણી નોટો ઝડપાઈ છે. રૂપિયા 1.69 કરોડથી વધુની જૂની ચલણી નોટો કબજે કરવામાં આવી છે. જેમાં એક હજારના દરની જૂની 7185 નોટો અને 500ના દરની 19485 નોટો કબજે કરવામાં આવી છે. પોલીસે આ મામલે 2 શખ્સની ધરપકડ કરી છે. જેમાં એક શખ્સ રાજકોટનો અને બીજો શખ્સ જૂનાગઢનો હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે ત

વકીલ કિરીટ જોષી હત્યા કેસ: ક્રાઇમ બ્રાંચે મુંબઇથી 2 શખ્સોની કરી ધરપકડ

જામનગરના જાણીતા વકીલ કિરીટ જોષીની હત્યા કેસમાં બે આરોપીઓની ધરપકડ થઇ ગઇ છે. બંને આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે મુંબઇથી ઝડપી લીધા છે. આરોપીઓની પૂછરપરછમાં ખુલાસો થયો છે કે તેમને જયેશ પટેલે કિરીટ જોષીની હત્યા માટે 50 લાખ આપ્યા હતા. આ મામલે હાલ ક્રાઇમ બ્રાંચે બંન્ને આરોપીઓની ધરપકડ કરીને પ્રાથમિક પ

થાનના ઉદ્યોગપતિ પર બે શખ્સોએ ફાયરિંગ કરી ચલાવી લૂંટ

સુરેન્દ્રનગરમાં મોડીરાત્રે બે શખ્સોએ થાનના વેપારી પર ફાયરિંગ કરી ખંડણી માંગી હોવાની ઘટના સામે આવી છે. જયાં બે શખ્સોએ ફાયરિંગ કરી રૂ.20 લાખની ખંડણી માગી હતી. ખંડણી ના આપતા આ શખ્સોએ રૂ.55 હજારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. જયારે ઇજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. સમગ્ર મામલે

VIDEO: બાડી પડવા જમીન સંપાદન મામલો,અટકાયત કરાયેલ 500 ખેડૂતોને કરાયા મુકત

ભાવનગર: જીલ્લાના બાડી પડવા ગામમા રવિવારે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો, આ દરમિયાન ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરતા પોલીસે 500 લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધીને અટકાયત કરી હતી.આ તમામ લોકોને પોલીસના સંસ્કાર હોલ ખાતે રાખવામાં આવ્યા હતા.ત્યારે હવે અટકાયત કરાયેલા તમામ લોકોને મુક્ત કરાશે તેવું જાણવા મળેલ.

Recent Story

Popular Story