શું આપની સેલેરી ઓછી છે ? તો આ માહિતી આપના માટે મહત્વની છે

By : admin 10:44 AM, 08 September 2017 | Updated : 10:44 AM, 08 September 2017
મિત્રો, ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે, જ્યાં આપ કામ કરો આપને એટલો ઓછો પગાર મળે છે કે આપનું નિર્વાહ નથી થઇ શક્તુ અથવા આપના બોસ આપની સેલેરી નથી વધારતા. તો તેના માટે આપના માટે કેટલાક ઉપાય જણાવી રહ્યા છીએ. આ ઉપાય  કરવાથી આપની સમસ્યાનો હલ આવી જશે.
શુક્રવારના દિવસે શુક્લ પક્ષને જેટલું બની શકે મહાદેવના મંદિરમાં શિવજીને ચોખા અર્પણ કરો અને લક્ષ્મી પ્રાપ્તિની પ્રાર્થના કરો. જેનું શુભફળ આપને ટુંક સમયમાં જ પ્રાપ્ત થશે. ગરીબોમાં ચોખાનું દાન કરવાથી પણ ધનની પ્રાપ્તિ થશે.

કોઇ પણ મહિનામાં કૃષ્ણપક્ષ ભરણીના દિવસે રાત્રે 8 વાગ્યના સમયે પાણી ભરેલા કળશને લઇ કોઇ પણ સુમસામ જગ્યા પર તે કળશને રાખી પરત આવી જાઓ અને પાછળ ફરીને ના જુઓ. અને બીજા દિવસે જઇ જે કળશ ખાલી મળે તેને લઇ આવો અને આ કળશને ઘરની કોઇ સુમસામ જગ્યા પર રાખી દો અને તે કળશની પૂજા કરો. બહુ જલ્દી આપને શુભ ફળ પ્રાપ્ત થશે.

કોઇ ગુરૂવારે એક પીળા રંગનો કોરો રૂમાલ અથવા કપડું લઇ કોઇ એવા મંદિરે જાઓ, જ્યાં તુલસીનો છોડ હોઇ, હવે તે તુલસીના છોડની આજુબાજુ જે ઘાસ ઉગી હોઇ, તેને તોડી પીળા કપડા અથવા રૂમાલમાં રાખી ઘરે આવી જાઓ. તેને પોતાની ઓફિસ, દુકાન અથવા આપના કાર્યક્ષેત્ર પર રાખો. તેને આપ પોતાના ઘરે પણ રાખી શકો છો. થોડા જ દિવસોની અંદર વેપાર, ધંધા અને નોકરીમાં પ્રગતિ અને ધનપ્રાપ્તિ થતી દેખાવા માંડશે.Recent Story

Popular Story