હવે એડ્રેસ પ્રુફ માટે કામ નહી આવે પાસપોર્ટ, જલ્દી આવશે નવી ફોર્મેટ

By : juhiparikh 06:56 PM, 12 January 2018 | Updated : 06:56 PM, 12 January 2018
ટૂંક સમયમાં પાસપોર્ટ તમારા એડ્રેસ પ્રૂફ તરીકે કામમાં નહી આવે. વિદેશ મંત્રાલયની જાહેરાત અનુસાર, હવે પાસપોર્ટના છેલ્લા પાનાંની પ્રિન્ટ નહી કરવામાં આવે. ભારતીય પાસપોર્ટના છેલ્લા પાનાં પર નામ, પિતા કે પતિનું નામ, માતાનું નામ, પત્નીનું નામ અને તમારું એડ્રેસની જાણકારી હોય છે. આ નિર્ણય વિદેશ મંત્રાલય તેમજ મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલય દ્વારા 3 સભ્યોની સમિતિની રિપોર્ટ પછી લેવામાં આવ્યો છે.

વિદેશ મંત્રાલયના પ્રવાક્તા કહ્યુ કે, ''સમિતિને રિપોર્ટનો સ્વીકાર કર્યો છે. નવા વર્ઝનમાં પાસપોર્ટનો છેલ્લું પાનું ખાલી રાખવામાં આવશે. જોકે આ તમામ જાણકારી વિદેશ મંત્રાલયની સિસ્ટમમાં રહેશે અને સરકારી સ્તર પર કોઇ ફરક નહી પડે..''

પ્રવક્તાએ કહ્યુ કે, જ્યારે પાસપોર્ટનું છેલ્લું પાનું હવે પ્રિન્ટ નહી થાય. ECR (ઇમિગ્રેશન ચેક રિક્વાયર્ડ) સ્ટેટસ ધરાવતા પાસપોર્ટ ધારકો માટે ઓરેન્જ કલરનો પાસપોર્ટ જારી કરવામાં આવ્યા છે અને Non-ECR સ્ટેટસ ધરાવતા લોકો માટે બ્લૂ કલરનો પાસપોર્ટ જારી કરવામાં આવ્યો છે.વર્તમાનમાં પાસપોર્ટ 3 રંગોમાં જારી કરવામાં આવ્યો છે. સરકારી અધિકારીઓએ વ્હાઇટ કલરનો પાસપોર્ટ જ્યારે રાષ્ટ્રપતિ માટે રેડ અને અન્ય લોકો માટે બ્લૂ કલરનો પાસપોર્ટ હોય છે.

નવા પાસપોર્ટને નાસિક સ્થિત ઇન્ડિયન સિક્યોરિટી પ્રેસ દ્વારા ડિઝાઇન કરવામાં આવશે.Recent Story

Popular Story