મોજા વગર પહેરો છો SHOES તો આ માહિતી જરૂરથી વાંચો

By : krupamehta 01:06 PM, 10 October 2017 | Updated : 01:06 PM, 10 October 2017
આજકાલ એક નવી ફેશન ચાલી રહી છે. મોજા વગર જૂતાં પહેરવા ભલે ટ્રેન્ડ બન્યો હયો અથવા ફેશનના હિસાબથી ભલે સારું હોય પરંતુ એનું પરિણામ ખૂબ ખરાબ હોઇ શકે છે. 

વિશેષજ્ઞો પ્રમાણે મોજા વગર જૂતા પહેરવાથી તમારી સ્કીનને નુકસાન પહોંચે છે. મોજા વગર માત્ર જૂતાં પહેરવાથી પગમાંથી નિકળતો પરસેવો જૂતાંના ચામડામાં પહોંચે છે. એનાથી ચામડામાં બેક્ટેરિયા થવા લાગે છે. એવી સ્થિતિમાં જો વધારે ભેજ થઇ જાય તો પગમાં દુર્ગંધ પેદા થાય છે અને ખણ પણ આવે છે. મોજા વગર જૂતાં પહેરવાથી પગમાં દુર્ગંધ અને એથલીટ ફુટ અથવા પગમાં દાદ જેવી બીમારી વધી જાય છે. 

આ ઉપરાંત મોજા વગર જૂતા પહેરવાથી ફંગલ ઇન્ફેક્શન થવાનો ચાન્સ રહે છે પરંતુ આ ઇન્ફેક્શનથી બચવા માટે કેટલીક ટિપ્સ અપનાવી શકો છે. એમાં આખી રાત ટી-બેગ્સ પણ રાખી શકો છો જે જૂતાના પરસેવાને સૂકવી લે છે. Recent Story

Popular Story