ફોનની ફિંગરપ્રિન્ટ સેસ્રથી ફોનને અનલોક કરવા સેલ્ફી લેવાની સાથે એવા કામ પણ કરી શકો છે જેના માટે તમે જાણતા પણ હશો નહીં. એનાથી તમે ફોનને બેક કરવા સ્ક્રીનશોટ લોક કરવા હોમ સ્ક્રીન ઓપન કરવા બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલી એપને ળો કરવા જેવા બીજા ઘણા કામો કરી શકો છો. એના માટે તમારે એક ફ્રી એપ ડાઉનલોડ કરવી પડશે. જેનું નામ છે Fingerprint Quick Action એનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. આજે અમે તમને એનો ઉપયોગ કરવાની આખી પ્રોસેસ જણાવીએ છીએ.
- ઇન્સ્ટોલ કર્યા બાદ તમને એપથી સંબંધિત કેટલીક ઇન્ફોર્મેશન આપવામાં આવશે. એને વાંચીને ok પર ટેપ કરો.
- હવે Enable fingerprint quick action પર ટેપ કરો. આ સેટિંગમાં accessibility માં લઇ જશે. હવે accessibilty ઓન કરી દો.
- એપમાં જઇને non xposed mode settings પર ટેર કરો. જો auto retry ઓન નથી તો રાઇટ ટિક કરી દો.
- બેક આવીને respomd to enrolled fingerprints only પર ટેપ કરીને single tap action વિકલ્પ પર ટેર કરો.
- અહીં 12 કામોનું લિસ્ટ ઓપન થશે જેને તમે ફિંગરપ્રિન્ટ સેન્સ પર સિંગલ ટેપ કરીને કરી શકો છો. કોઇ એક કામ પર સિલેક્ટ કરી દો.
- જો તમે સ્ક્રીનશોટ સિલેક્ટ કર્યું છે તો હવે જેમ તમે ફિંગરપ્રિન્ટ પર સિંગલ ટેપ કરશો સ્કીનશોટ આવી જશે.