યોગીએ અયોધ્યાથી કરી ચૂંટણી પ્રચારની શરૂઆત, કહ્યું- "રામ બીના કુછ નાહી"

By : HirenJoshi 01:11 PM, 14 November 2017 | Updated : 01:11 PM, 14 November 2017
લખનૌઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાની પ્રથમ પરીક્ષા માટે તૈયાર છે. આ ચૂંટણી પરિક્ષા ઉત્તર પ્રદેશના નગરપાલિકાની ચૂંટણી છે. જ્યાં જનતા તેમના સાત મહિનાના કામકાજ પર યોગી આદિત્યનાથને મત આપશે. અયોધ્યાથી નગરપાલિકા ચૂંટણી માટે પ્રચાર શરૂ કરનારા યોગી આદિત્યનાથનું કહેવું છે કે રામ વગર ભારતમાં કોઇ કામ નથી થઇ શકતું. રામ અમારી આસ્થાના પ્રતીક છે. અને ભારતની સમગ્ર આસ્થાના કેન્દ્ર બિંદૂ છે.

રામ મંદિર વિવાદને લઇને શ્રીશ્રી રવિશંકર તરફથી કરવામાં આવી રહેલા પ્રયાસ પર યોગીએ કહ્યું કે વાતચીત માટે કરવામાં આવેલા તમામ પ્રયાસો સ્વાગત યોગ્ય છે. અને વાતચીત ત્યારે જ થઇ શકે જ્યારે બન્ને પક્ષ તેના માટે તૈયાર હોય. બુધવારે સીએમ યોગી અને શ્રીશ્રી રવિશંકર વચ્ચે મુલાકાત થવાની છે. 

ઉલ્લેખનીય છે કે, આજે યોગી આદિત્યનાથ, સ્થાનિક ચૂંટણીમાં પોતાનો તોફાની પ્રચારની શરૂઆત કરી રહ્યા છે. આ શરૂઆત અયોધ્યાનગરીથી થઇ રહી છે. જ્યાં ન માત્ર યોગીએ પોતાની દિવાળી મનાવી હતી પરંતુ અયોધ્યા નગર પહેલીવાર પોતાના મેયર પણ પસંદ કરવા જઇ રહી છે.

શનિવારે યોગી આદિત્યાનાથે સ્થાનિક ચૂંટણીનું ઘોષણાપત્ર જાહેર કરતા આ વાત સ્પષ્ટ કરી દીધું હતું. ઉત્તર પ્રદેશમાં થનાર સ્થાનિક ચૂંટણી માટે ટેસ્ટની રીતે અને જનતાની નજરે આજસુધીના કામકાજની પરીક્ષા છે.

જ્યારે યોગી આદિત્યનાથે અયોધ્યા માટે મોટા પ્રોજેક્ટનું એલાન કર્યું હતું અને એક ભવ્ય દિવાળી મનાવી હતી. ત્યારે એવું પણ લાગતું હતું કે અયોધ્યાને લઇ યોગી આદિત્યનાથના વિચાર જેટલા આધ્યાત્મિક છે એટલી જ રાજકીય ત્યારે જ તો એક તરફ રામ મંદિરને લઇ અદાલતની બહાર મુદ્દો ઉકેલવાના પ્રયત્નો દેખાઇ રહ્યા છે. તો બીજી તરફ પર્યટનની સંભાવનાઓને લઇ મોટા એલાનો થઇ રહ્યા છે.Recent Story

Popular Story