યોગીનો હુંકાર, ગુજરાતમાં કોંગ્રેસની હાર યાદગાર રહે તેવી કરજો

By : HirenJoshi 01:27 PM, 13 October 2017 | Updated : 02:24 PM, 13 October 2017
વલસાડઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વલસાડમાં એક રેલીને સંબોધી હતી. ઈન્દિરા ગાંધીથી લઈને રાહુલ ગાંધી સુધી કોંગ્રેસ પર ભરપૂર પ્રહાર કર્યા. યોગી આદિત્યનાથે કહ્યું કે કોંગ્રેસે અમેઠીનો કોઈ વિકાસ નથી કર્યો. અત્યાર સુધી કોંગ્રેસે અમેઠીમાં જિલ્લા મુખ્યાલયનું ભવન પણ નથી બનાવ્યું અને ત્રણ પેઢીઓ ચૂંટાયા બાદ પણ અમેઠીમાં કલેક્ટર કચેરી નથી બનાવી તે લોકો ગુજરાતનો શું વિકાસ કરશે. યોગીએ વધુમાં કહ્યું કે યુપીમાંથી કોંગ્રેસના સુપડા સાફ થયા છે. તેવી જ રીતે ગુજરાતમાં કોંગ્રેસને એવી હાર મળવી જોઈએ કે જે યાદગાર રહે. 

તેમણે જણાવ્યું કે, ગુજરાતના વિકાસની ગૌરવગાથાથી દેશ શીખી રહ્યો છે. દેશ ગુજરાત પાસેથી પ્રેરણા મેળવી વિકાસ કાર્યો કરી રહ્યો છે. સરદારને કોંગ્રેસે નહી ભાજપે ભારત રત્ન આપ્યો હતો. ગુજરાતની વિકાસગાથા સાથે યૂપીને જોડાશે. દેશમાં સંકટ આવે ત્યારે રાહુલને ઇટલી યાદ આવે છે. મોદી PM બન્યા ત્યારે અવિશ્વાસનું વાતાવરણ હતુ. PM મોદીએ દેશને જાતિ સંપ્રદાયના આધારે જોયો નથી. દર 10 દિવસે નવી યોજનાની જાહેરાત થાય છે. યુવાન આદિવાસીઓને ધ્યાને રાખી યોજના બનાવાય છે.Recent Story

Popular Story