આ કારણથી મહિલાએ પોતાના ચહેરા પર લગાવ્યુ પીરિયડ્સનું બ્લડ

By : juhiparikh 11:50 AM, 11 January 2018 | Updated : 11:50 AM, 11 January 2018
ઑસ્ટ્રેલિયાની એક સ્પિરિટ હીલર અને હેરડ્રેસરની ફેસબુક પોસ્ટ હાલમાં ચર્ચામાં છે. 26 વર્ષની યાજમીના જેદએ પીરિયડ્સને લઇને અનુભવાતી શરમને દૂર કરવા માટે એક અજીબોગરીબ પગલું ભર્યુ છે. યાજમીનાએ પીરિયડ્સના બ્લડને પોતાના ચહેરા પર લગાવ્યુ જેથી આ નેચરલ પ્રોસેસને કોઇ કલંકના રૂપે ન જુએ. જોકે, સોશ્યલ મીડિયા પર કેટલાક યૂઝર્સે તેના આ પગલાં પછી તેણે માનસિક રીતે બિમાર બતાવી છે, જ્યારે અમુક લોકોએ માત્ર પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો છે.

ગોલ્ડ કોસ્ટમાં રહેતી યાજમીનાનું કહેવું છે કે, ''આ કામ મેં મારી બૉડીને રિકનેક્ટ કરવા માટે કર્યુ છે, જેને આપણે સામાજિક શરમના લીધે નથી કરી શકતા.'' તેણે કહ્યુ કે, ''આમ કરીને લોકોને બતાવવા ઇચ્છુ છું કે આ નેચરલ પ્રોસેસ છે, આ કોઇ શરમાવાની વસ્તુ નથી, પણ આ અમારા શરીરનો જ એક અભિન્ન અંગ છે.'' યાજમીનાનું માનવું છે કે, ''આજની મોડર્ન લાઈફમાં પણ પીરિયડ્સને શરમ તરીકે જોવામાં આવે છે અને તેની સાથે જોડાયેલા કેટલાયે ભ્રમને લોકો દ્વારા માન્ય રાખવામાં આવે છે.''

યાજમીનાએ આગળ કહ્યુ કે, ''મહિલાઓ આ વાત છુપાવે છે. આવામાં તેણી આ લોહીને પોતાના ચહેરા પર લગાવીને એ જતાવવા માંગે છે કે આ બાબતને ચૂપકેથી મેનેજ કરવી જરૂરી નથી .'' 

જોકે યાજમીનાની આ પોસ્ટ પછી સોશ્યલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. યૂઝર્સને તેણે માનસિક રીતે બિમાર ગણાવી અને મેન્ટલ ઇન્સ્ટીટ્યૂશન જવાની સલાહ આપી છે.Recent Story

Popular Story