મહિલાઓ ના તોડી શકે નારિયેળ, જાણો કેમ

By : krupamehta 01:08 PM, 11 September 2017 | Updated : 01:08 PM, 11 September 2017
હિંદુ ધર્મમાં નારિયેળને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. દરેક શુભ કામમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. નારિયેળમાં બનેલી ત્રણ આંખોને શિવના ત્રિનેત્ર માનવામાં આવે છે. પરંતુ એને તોડવા મહિલાઓ માટે વર્જિત કેમ કરી દેવામાં આવ્યું છે. એની પાછળ એક રસપ્રદકારણ છે. હકીકત, પરંપરાગત રૂપથી નારિયેળને નવી સૃષ્ટિનું બીજ માનવામાં આવે છે અને એનાથી પ્રજનન એટલે કે ઉત્પાદન સાથે જોડીને જોવામાં આવ્યું છે. 

સ્ત્રીઓ સંતાન ઉત્પન્ન કરે છે આ કારણે એમના માટે નારિયેળને ફોડવું એક વર્જિત કર્મ માનીને નિષિદ્ધ કરવામાં આવ્યું. જો કે આવું કોઇ ધાર્મિક ગ્રંથમાં લખ્યું નથી કે કોઇ દેવી દેવતાઓએ પણ નિર્દેશ આપ્યો નથી. પરંતુ ,સામાજિક માન્યતાઓ અને વિશ્વાસના કારણે વર્તમાનમાં હિંદુ મહિલાઓ નારિયેળ તોડતી નથી. 

નારિયેળને શ્રીફળ પણ માનવામાં આવે છે, એવું માનવમાં આવે છે કે જ્યારે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર અવતાર લીધો તો એ એમની સાથે 3 ચીજો લક્ષ્મી, નારિયેલનું વૃક્ષ તથા કામધેનુ લાવ્યા. Recent Story

Popular Story