લગ્ન બાદ શરીર વધવું ખૂબ જ સ્વાભાવિક વાત છે. આટલું જ નહીં પરંતુ લગ્ન બાદ વજન વધવાને એક સારો સંકેત પણ માનવામાં આવે છે. મોટાભાગના લોકોને એવું જ લાગે છે કે શારીરિક સંબંધથી વજન વધે છે. પરંતુ હકીકત એનાથી અલગ છે. પરંતુ શું તમે ક્યારેય લગ્ન બાદ વધતા વજનનું સાચું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો છે? તો આજે અમે તમને જણાવીએ કે લગ્ન બાદ કેમ વધે છે વજન...
મોટાભાગના લોકોને લાગે છે કે શારીરિક સંબંધ બાંધવાથી લોકોનું વજન વધે છે. કારણ કે શારીરિક સંબંધ બાંધવાથી મહિલાઓના શરીરમાં ઘણા પ્રકારનો હોર્મોન ફેરફાર થાય છે. પરંતુ હજુ સુધી કોઇ એવી સ્ટડી સામે આવી નથી જેમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી હોય.
લગ્નમાં સ્લિમ અને સુંદર દેખાવવું દરેક મહિલાની ઇચ્છઆ હોય છે. આ ઇચ્છામાં મોટાભાગે મહિલાઓ પોતાના લગ્નનો સમય નજીક આવતાં જ વદમ ઓછું કરવા માટે મહેનત કરવા લાગે છે. કેટલીક મહિલાઓ જીમ જઇને કલાકો સુધી એક્સરસઇઝ કરે છે તો કેટલીક ડાયટિંગ કરે છે. પરંતુ લગ્ન થતાં મહિલાઓ પોતાના જીવનમાં એટલી વ્યસ્ત થઇ જાય છે એ પોતાની જાત પર ધ્યાન પણ આપી શકતી નથી. અચાનર લાઇફસ્ટાઇવ બદલવાને કારણે પણ ઝઢપથી વજન વધવા લાગે છે.
આપણા સમાજમાં લગ્ન બાદ નવદંપતીઓને દરેક સંબંધીઓના ત્યાં જમવા જમવાની પરંપરા તો સદીઓથી ચાલી આવી છે. આ પરંપરાના કારણે કપલની ખાવાની આદતમાં મોટો ફેરફાર આવી જાય છે અને પહેલાની સરખામણીમાં વધારે ખાવા લાગે છે.
લગ્ન બાદ વજન વધવાનું કાપણ કપલની વચ્ચે એક બીજા પ્રત્યે પ્રેમ અને ખુશ જીંદગી.
લોકોની એવી ધારણા છે કે લગ્ન બાદ માત્ર મહિલાઓનું જ વજન વધે છે. પરંતુ આવું જરાય નથી. જણાવી દઇએ કે લગ્ન બાદ જેટલી ઝડપથી મહિલાઓનું વજન વધે છે એનાથી પણ ઝડપી પુરુષોનું વધે છે.