કોણ છે શિંઝો આબે? જાપાનના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી કેમ છે?

By : KiranMehta 11:05 PM, 13 September 2017 | Updated : 11:18 PM, 13 September 2017
જાપાનના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી રહી ચૂકેલા શિંઝો આબે ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. ત્યારે શિંઝો આબે કોણ છે, અને જાપાનના રાજકારણમાં તેમનું શું વજૂદ છે, જોઈએ આ અહેવાલમાં.

જાપાનના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી ગણાય છે શિંઝો આબે. રાજકીય પરિવારમાંથી આવતા શિંઝો ત્રીજા વિશ્વયુદ્ધ બાદ સૌથી સમય સુધી શાસન કરનારા પ્રધાનમંત્રી છે, જેઓ તેમની નીતિ અને સુશાસન માટે જાણીતા છે. શિંઝોના શાસનમાં જાપાને જે પ્રગતિ  કરી છે તે દુનિયાની સામે છે. વિરોધીના અનેક પ્રયાસો બાવજૂદ  તેઓ સતત જાપાનની જનતાનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા. શિંઝો આબેનો જન્મ 23 સ્ટેમ્બર, 1954ના રોજ ટોકિયોના રાજકીય પરિવારમાં થયો. તેમના દાદી અને પિતા બંને મજબૂત રાજકીય પૃષ્ઠભૂમી ધરાવતા.   
 • કોણ છે શિંઝો આબે?
 • નામઃ આબે શિંઝો  
 • જન્મઃ 23 સપ્ટમેબર, 1954 
 • ટોકિયોના રાજકીય પરિવારમાં જન્મ 
 
શિંઝોએ તેમનું પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ટોકિયોમાં લીધું છે. જેમણે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં ગ્રેજ્યુએશન અને પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ કર્યું છે. જે બાદ તેઓ પબ્લિક પોલીસનો અભ્યાસ કરવા કેલિફોર્નિયા ગયા હતા. જોકે અહીં તેમણે ત્રણ સેમિસ્ટર જ પૂરા કર્યા અને પરત આવી ગયા.  
 • શિક્ષણ 
 • ગ્રેજ્યુએશનઃ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં  
 • માસ્ટર્સઃ પોલિટિકલ સાયન્સ  
 • અમેરિકામાં રહીને પબ્લિક પોલીસીનો અભ્યાસ 

શિંઝોને રાજકારણ ખૂનમાં મળ્યું છે. પૂર્વજો દ્વારા ઉભી કરેયેલી પાર્ટી સાથે તેઓ યુવાવસ્થાથી જ જોડાયેલા રહ્યા. બીજા વિશ્વયુદ્ધ બાદ તેઓ દેશના પ્રથમ પ્રધાનમઁત્રી રહ્યા, જેમણે સૌથી વધુ સમય સુધી શાસન કર્યું છે. 2006માં તેઓ પહેલીવાર પ્રધાનમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા, તેમની પ્રથમ ટર્મ 2006થી 2007 સુધી જ રહી. જે બાદ તેઓ બીજી વાર 2012માં ભારે બહુમતથી ચૂંટાઈ આવ્યા અને 2014 સુધી ફરજ બજાવી. 2014ની સામાન્ય ચૂંટણીમાં જાપાનની જનતાએ ફરી તેમની ઉપર વિશ્વાસ જતાવ્યો.  
 • રાજકીય કારકિર્દી
 • લિબરલ ડેમોક્રેટિક પાટી (LDP) 
 • બીજા વિશ્વ યુદ્ધ બાદ સૌથી વધુ સમય શાસન કરનારા PM 
 • સપ્ટેમ્બર, 2006માં પહેલીવાર ચૂંટાઈ આવ્યા  
 • પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ
 • પહેલી ટર્મઃ 2006 થી 2007  
 • બીજી ટર્મઃ 2012 થી 2014 
 • ત્રીજી ટર્મઃ 2014 થી વર્તમાન  

શિંઝોની હાઇપ્રોફાઇલ લાઇફ સ્ટાઇલથી દૂર તેમના પત્ની એકેઈ મતાસુઝકી જુદું જ વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ સામાજિક કાર્યકર અને રેડિયો જોકી રહી ચૂક્યા છે. એકેઈ તેમના બહિર્મુખી સ્વભાવ અને શિંઝો આબેથી વિરોધી મત કરતા જોવા મળ્યા છે. લાડમાં તેમને ડોમેસ્ટિક ઓપોઝિશન પાર્ટી તરીકે ઓળખવામાં આવે છે.  
 • કોણ છે અકેઈ મતાસુઝકી? 
 • પત્ની એકેઈ મતાસુઝકી   
 • 1897માં સામાજિક કાર્યકર અને રેડિયો જોકી  
 • બહિર્મુખી સ્વભાવ માટે જાણીતા છે  
 • `ડોમેસ્ટિક ઓપોઝિશન પાર્ટી' લોકપ્રિય  
 • શિંઝો આબેથી વિરોધી વિચારધારા  
 
 • કોણ છે શિંઝો આબે? 
 • જાપાનના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી
 • પ્રધાનમંત્રી તરીકે સૌથી વધુ સમય સુધી શાસન કર્યું 
 • વિરોધીઓના અનેક પ્રયાસ છતાં ત્રણ વાર જનતાનો વિશ્વાસ જીત્યો 
 • પ્રધાનમંત્રી તરીકે આ તેમની ત્રીજી ટર્મ 
 • માળખાકીય વિકાસ અને વિદેશનીતિ માટે જાણીતા 
 • શિંઝોને ખૂનમાં મળ્યું છે રાજકારણ 
 • શિંઝોથી અલગ છે તેમના પત્ની એકેઈ મતાસુઝાકી 
 • શિંઝોથી વિરોધી મત ધરાવે છે એકેઈ આબે Recent Story

Popular Story