શિયાળાની સીઝનમાં મૂળા ખાવા સ્વાસ્થ્યના હિસાબથી ખૂબ જ સારું હોય છે. મૂળામાં પ્રોટીન કેલ્શિયમ આયોડીન અને આયરન ભરપૂર પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત મૂળામાં ક્લોરીન ફોસ્ફરસ સોડિયમ અને મેગ્નેશિયમ પણ મળી આવે છે. મૂળામાં વિટામીન એ બી અને સી પણ હોય છે. ચલો તો આજે અમે તમને જણાવીએ મૂળાના કેટલાક ફાયદા...
મૂળાનો રસ દિલના રોગીઓ માટે ફાયદાકારક હોય છે. એની સાથે જ જો ગળામાં સોજાની સમસ્યા હોય તો મૂળાનું પાણી સીંધારું મીઠુંને મિક્સ કરીને એને ગરમ કરો અને એના કોગળા કરો જેનાથી ગળાનો સોજો ઓછો થઇ જશે અને ફાયદો થશે. મૂળાની તાસીરને ઠંડી માનવામાં આવે છે. ખાંસીમાં મૂળા ખાવાની ના પાડવામાં આવે છે. પરંતુ મૂળો ખાંસીમાં પણ ઔષધિનું કામ કરે છે. સૂકા મૂળાનો કાઢો બનાવીને મીઠા સાથે એનું સેવન કરવામાં આવે તો માત્ર ખાંસી જ નહીં પરંતુ દમના રોગમાં પણ લાભ થાય છે.
- જો તમારું ખાવાનું ડાયજેસ્ટ થતું નથી તો મૂળાના પાનનું સેવન કરો. એના સેવનથી પાચન શક્તિ વધે છે. મૂળા ખાવાથી લીવર મજબૂત થાય છે. આ સાથે જ પેટ સંબંધી ઘણી બીમારીઓ દૂર થાય છે.
- હાર્ટ પેશન્ટ લોકોએ પણ મૂળા ખાવા જોઇએ. મૂળા ખાવાથી દિલ સંબંધી ઘણા રોગ દૂર થાય છે.
- સવારે મૂળાના નરમ પાન પર સિંધારું મીઠું લગાવીને ખાવાથી મોં ની દુર્ગંધ દૂર થાય છે.
- પેટના જીંવાણુંઓનો નાશ કરવામાં પણ કાચો મૂળો ફાયદાકારક સાબિત થાય છે. હાઇ બ્લડ પ્રેશરને શાંત કરવામાં મૂળા મદદ કરે છે.
- થાક દૂર કરવા તેમજ સારી ઊંઘ લાવવામાં પણ મૂળો ખૂબ જ ફાયદાકારક હોય છે.
- મૂળાના રસમાં થોડું મીઠું અને લીંબૂનો રસ મિક્સ કરીને નિયમિત રૂપથી પીવામાં મેદસ્વિતા ઓછી થાય છે અને શરીર સુડોળ બની જાય છે.