ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ whatsapp પોતાના યૂઝર્સની વચ્ચે ખૂબ જ જાણીતી છે. Whatsapp પર યૂઝર્સની જરૂરીયાતને જોતા છેલ્લા કેટલાક સમયમાં ઘણા ફીચર્સ જોડાયા છે. અત્યાર સુધીના ફીચર્સ અપડેટ યૂઝર્સ ને ખૂબ જ પસંદ આવ્યા છે પરંતુ whatsapp ના નેક્સ્ટ અપડેટમાં એક ફીચર જલ્દી જ whatsapp ને અલવિદા કહેવાનું છે.
whatsapp નું અપડેટ આપનાર ટ્વિટર હેન્ડલ @WABetaInfo એ આ જાણકારી આપી છે કે એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.17.352 પર આ ફીચરને હટાવવાનું ટેસ્ટિંગ પણ થઇ રહ્યું છે. જણાવી દઇએ કે whatsapp પર યૂઝર્સ અત્યારે એમના નામની સાથે ઇમોજી અને સ્પેશિયલ કેરેક્ટર્સનો ઉપયોગ કરી શકે છે. પરંતુ હવે એમને માત્ર એમનું નામ જ લખવું પડશે. whatsapp ના આ ફીચરનું ના હોવું યૂઝરને દુખી કરી શકે છે.
આ વર્ષે જ વ્હોટ્સઅપે પોતાનું સ્પેશિયલ ફીચર સ્ટેટસ હટાવી દીધું હતું. જેમાં યૂઝર્સ text status નાંખે છે. પરંતુ યૂઝર્સની ડિમાન્ડ બાદ whatsapp આ ફીચરને પાછું લાવ્યું હતું. આવું whtasapp એ પહેલી વખત કર્યું હતું.
જણાવી દઇએ કે whtasapp પર સતત પોતાના ફીચર્સ પર કામ કરી રહ્યું છે. તાજેતરમાં જ whatsapp ની સાથે ઇ વોલેટ પણ જોડવામાં આવ્યું છે. આ ઉપરાંત whatsapp બિઝનેસ એપ પણ રજૂ કરવામાં આવ્યું છે જેના દ્વારા યૂઝર્સ whatsapp પર સિક્યોર બિઝનેસ ડીલ કરી શકે છે.
whatsapp માં યૂઝર્સ લાંબા સમયથી મેસેજને રિકોલ અને એડિટ ફીચરની રાહ જોઇ રહ્યા છે. આ ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે આ જલ્દીથી આવનાર છે.