WhatsAppએ લોન્ચ કર્યુ નવું ફિચર, ગ્રુપ એડમિનને મળશે એક વિશેષ અધિકાર

By : juhiparikh 04:40 PM, 03 December 2017 | Updated : 04:42 PM, 03 December 2017

WhatsApp હવે ગ્રુપ એડમિનિસ્ટ્રેટરને વધુ એક અધિકાર આપવાની તૈયારીમાં છે. જેમાં જો એડમિન ઇચ્છે તો તે ગ્રુપમાં મેમ્બરને ગ્રુપમાં મેસેજ, ફોટો, વીડિયો, GIF, ડોક્યુમેન્ટ્સ અને વૉઇસ મેસેજ પોસ્ટ કરવાથી રોકી શકે છે.

રિપોર્ટ્સ અનુસાર, WhatsAppએ ગ્રુપ પ્લે બીટા પ્રોગામ પર વર્ઝન 2.17.430માં 'રિસ્ટ્રિક્ટેડ ગ્રુપ' ફિચર્સ આપવામાં આવ્યું છે. 'રિસ્ટ્રિક્ટેડ ગ્રુપ'ની સેટિંગ માત્ર ગ્રુપ એડમિન પર જ એક્ટિવ કરી શકે છે. ત્યાર પછી એડમિન તો ગ્રુપમાં સામાન્ય રીતે ફોટો, વીડિયો, ચેટ અને અન્ય વસ્તુઓ મોકલી શકે છે, પરંતુ તે અન્ય મેમ્બરને આ કરવા માટે રોકી શકે છે.

'રિસ્ટ્રિક્ટેડ ગ્રુપ'ની સેટિંગ ઑન કર્યા પછી અન્ય મેમ્બર ગ્રુપમાં મેસેજ વાંચી તો શકશે, પરંતુ મોકલી નહી શકે. તેમણે 'મેસેજ એડમિન'નું બટન આપવામાં આવશે, જેનાથી તે પોતાનો મેસેજ ગ્રુપ એડમિનમાં મોકલી શકશે, તેથી તે તેણે ગ્રુપમાં શૅર કરી શકે. ગ્રુપ એડમિન દ્વારા મેસેજની પરમિશિન આપ્યા પછી તેણે ગ્રુપમાં શૅર કરી શકાશે.

WhatsAppએ આ સિવાય આગામી અપડેટમાં સારા ફિચર્સ, બગ ફિક્સ અને સામાન્ય ચેન્જીસ કરવાની ઘોષણા કરી છે. WhatsAppના 1.2 અરબ એક્ટિવ મંથલી યૂઝર્સ છે અને દુનિયાભરમાં 50 ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેમાં 10 ભારતીય ભાષાઓ પણ શામેલ છે.



loading...

Recent Story

Popular Story