હવે આ ખાસ યૂઝર્સ પણ લઇ શકશે WhatsAppની મજા

By : juhiparikh 03:44 PM, 13 November 2017 | Updated : 03:44 PM, 13 November 2017

ફેસબુકની ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ કંપની WhatsApp જલ્દીથી iPad યૂઝર્સ માટે એપ લાવી શકે છે. કંપની હાલમાં તેના પર કામ કરી રહી છે અને iPad પર  WhatsAppની સંભાવનાના સંકેત પણ મળી રહ્યા છે.

આ સંદર્ભમાં WhatsApp ચેન્જ ટ્રેકિંગ વેબસાઇટ WABetaInfoએ પણ ટ્વીટ પણ કરવામાં આવ્યું છે. તેમાં લખવામાં આવ્યુ છે કે WhatsApp iPad માટે એપ લાવવાની તૈયારી કરી રહ્યુ છે.
 

New references about the WhatsApp for iPad app found in WhatsApp Desktop 0.2.6968 recent update.
It's sooo obvious, as you can see in the screenshot. pic.twitter.com/Nc07nEzxnN

— WABetaInfo (@WABetaInfo) November 11, 2017
 

આ સિવાય WhatsAppએ બીજા કેટલાક નવા ફિચર્સ પણ લોન્ચ કર્યા છે. જેમાં સૌથી પૉપ્યુલર અને લેટેસ્ટ ફિચર 'ડિલીટ ફૉર ઑલ' છે.  આ ફિચરમાં યૂઝર્સ 7 મિનિટની અંદર સેન્ડ કરેલો મેસેજ ડિલીટ કરી શકે છે. આ સિવાય WhatsAppના એન્ડ્રોઇડ બીટા વર્ઝનના યૂઝર્સને ઓક્ટોબરમાં ગ્રુપ કૉલિંગની સુવિધા પણ આપવામાં આવી હતી.
Recent Story

Popular Story