જાણીતી મેંસેંજીગ એપ વૉટ્સએપ પર હવે કોઇને "સેન્ટ" કરેલા મેસેજને પણ ડીલિટ કરી શકાશે. એટલે કે કોઈ ગ્રૂપમાં કે કોઈ પછી કોઇ વ્યક્તિને ભૂલથી મોકલી દેવાયેલો મેસેજ પણ હવે ડીલિટ થઇ શકશે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી માત્ર whatsapp માં કોઈ વ્યક્તિ સાથેની ચેટ કે રિસીવ થયેલા મેસેજને ક્લીયર કરી ડીલિટ કરી શકાતા હતા. જો કે આ પ્રકારનો ઓપ્શન ઈન્સ્ટાગ્રામમાં આપવામાં આવે છે પરંતુ હવે whatsapp પર પણ મળવા પાત્ર છે.તાજેતરમાં જ whatsapp માં આ ફીચર જોડવામાં આવ્યુ છે જે માત્ર નવા વર્ઝન પર મળવા પાત્ર છે.
whatsapp માં એડ થયેલ આ ફિચર કેવી રીતે કામ કરશે...?
- વોટ્સએપ ઓપન કરી ચેટ બોક્સમાં જે મેસેજ ડીલિટ કરવો હોય તેને સિલેક્ટ કરીને મેનુમાંથી ડીલિટ કરી શકાશે.
- એકવાર ડીલિટ કરી દેવાયા બાદ તમારા ચેટ બોક્સમાં "ધીસ મેસેજ વોઝ ડીલિટેડ" લખાણ વાંચવા મળશે.
- જો મેસેજના સ્થાને ધીસ મેસેજ વોઝ ડીલિટેડ વાંચવા મળે તો તેનો અર્થ છે કે મોકલનારે મેસેજ ડીલિટ કરી દીધો છે.