WhatsApp સતત પોતાની એપને અપડેટ કરી રહ્યુ છે. હવે WhatsApp પોતાના બીટા વર્ઝનમાં નવું ફિચર ટેસ્ટ કરવા જઇ રહ્યુ છે. જેમાં અનબ્લોક અને ગ્રુપમાં પ્રાઇવેટ ચેટ જેવા ફિચર છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર વોટ્સએપ હાલ આ નવા ફિચર્સ પર કામ કરી રહ્યું છે. ચાલો જાણીએ WhatsApp કયા નવા ફિચર્સ લાવી રહ્યું છે.
પ્રાઇવેટ રિપ્લાઇ:
કોઇ પણ ગ્રુપમાં ચેટ કરતા તમે ગ્રુપના કોઇ મેમ્બરની સાથે પ્રાઇવેટમાં ચેટ કરી શકો છો. આ માટે તમારે ગ્રુપ ચેટમાંથી બહાર નીકળાની જરૂર નથી.
લિંકથી કરી શકશો ઇન્વાઇટ:
ગ્રુપ ઇન્ફોમાં નવા શોર્ટકટ ઇન્વાઇટ વયા વિંક પણ શામેલ કરવામાં આવ્યુ છે. આ ઑપ્શન iOS એપ્લીકેશન જેવી છે જેણે માત્ર એડમિનિસ્ટ્રર જ જોઇ શકશે.
ઑડિયોમાંથી વીડિયો કૉલ સ્વિચ:
તાજેતરમાં જ WhatsAppના ફિચર અંગેની જાણકારી મળી છે. WhatsAppના બીટા વર્ઝનમાં હવે ઑડિયો-વીડિયો કૉલ સ્વિચ કરી શકાશે. કંપની ટૂંક સમમયાં આ ફિચર દુનિયાભરના WhatsApp યૂઝર માટે લાવશે. જોકે હજુ સુધી કૉલ સ્વિચ કરવા માટે યૂઝરને કૉલ ડિસકનેક્ટ કરવા પડતો હતો.
ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ:
Facebook ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં ફેસબુક પર શૅર કરવાની ફિચર લાસ્ટ યર ઑક્ટોબરમાં આવ્યુ હતુ. ટૂંક સમયમાં ફિચર WhatsApp પર પણ મળશે. આ ફિચર હેઠળ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી સ્ટોરી WhatsApp પર સ્ટેટ્સ ઇનક્રિપ્ટેડ થઇ જશે.
શેકઅપ:
આવનારા સમયમાં તમે તમારા મોબાઇલને શેક કરીને WhatsAppમાં કંઇક ખોટુ થતાં નોટિફાય કરી શકશો. ત્યારબાદ તમે WhatsAppના કન્ટેન્ટ તે સેક્શનમાં જતું રહેશે. જ્યાંથી તમે પોતાના WhatsAppને ચેક કરાવવા માટે મોકલી શકશો.
ગ્રુપ કોલિંગ:
iOS અપડેટમાં ગ્રુપ કોલના વિકલ્પ પર પણ કામ થઇ રહ્યું છે. તેના દ્વારા ગ્રુપ કોલ પણ કરી શકાશે.
પિક્ચર ઇન પિક્ચર:
આ ફિચર આવ્યા બાદ તમે પોતાના ફ્રેન્ડ્ઝ સાથે વિડિયો ચેટ સાથે જ મેસેજ પણ મોકલી શકશો.
એડમિન સેટિંગ:
સૂત્રોએ જણાવ્યા અનુસાર ભવિષ્યમાં એક નવું સેક્શન એડમિન સેટિંગ પણ જોડવામાં આવશે. તેમાં બે વિકલ્પ આપવામાં આવશે સેન્ડ મેસેજ અને એડિટ ગ્રુપ ઇન્ફો
WhatsApp બિઝનેસ:
જે વેપારીઓ વોટ્સએપ દ્વારા પોતાના ગ્રાહકો સાથે સોદા કરે છે તેમના માટે વોટ્સએપ નવા નામ વોટ્સએપ બિઝનેસ સાથે નવી એપ લોન્ચ કરશે. હાલ આ એપ પર પણ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.
અનબ્લોક:
કોઇ કોન્ટેક્ટ પર ટેપ કરવાથી તે અનબ્લોક થઇ જશે અને તેની સાથે ચેટ કરી શકાશે.