શું તમે જાણો છો? શરીરના આ ભાગમાં પર તલ હોય તો તેનું શું હોય છે મહત્વ

By : juhiparikh 06:25 PM, 14 February 2018 | Updated : 07:02 PM, 14 February 2018
શરીરના કોઈ ભાગ પરત તલ કે મસો હોવો સામાન્ય વાત હોઈ શકે છે. પરંતુ તલ અને મસા તમારા વિશે જે નિર્દેશ કરે છે તે જરાય અસામાન્ય નથી. ભારતીય અને ચીની જ્યોતિષ શાસ્ત્રો અનુસાર, શરીરના અલગ-અલગ ભાગમાં રહેલા તલ માણસના નસીબ વિશે જણાવે છે જાણો શરીરના કયા ભાગમાં રહેલો તલ શું નિર્દેશ કરે છે.

માથું: જે વ્યક્તિના માથાનાં જમણા હિસ્સામાં તલ હોય છે તેને રાજકારણમાં ઘણી સફળતા મળે છે. જો તે રાજકારણમાં ન આવે તો કામમાં ઉંચી નામના હાંસલ કરે છે. બીજી તરફ, જે વ્યક્તિના માથાના ડાબા હિસ્સામાં તલ હોય તો વ્યક્તિ પર તેની ખરાબ અસર પડે છે. પૈસાની તંગી રહે છે અને શક્ય છે કે તેના લગ્ન ન થાય. જો વ્યક્તિના માથાની પાછળની તરફ તલ કે મસો હોય તો ઓપોઝિટ સેક્સના વ્યક્તિ પ્રત્યે આકર્ષણ તેની કમજોરી હોય છે.

કપાળ પર તલ: જેનું કપાળ મોટું અને પહોળું હોય તેને નસીબદાર મનાય છે. તેમાંય જો તેના કપાળમાં જમણી તરફ તલ હોય તો તેને ધન-દોલત, નામ અને શહોરત મળે છે. આવા લોકો ઈશ્વરમાં ખૂબ આસ્થા રાખે છે અને બીજાની મદદ કરનારા હોય છે. પરંતુ જો કોઈનું કપાળ સંકુચિત હોય અને ડાબી તરફ તેમાં તલ હોય તો આવો વ્યક્તિ સ્વાર્થી અને આત્મકેન્દ્રી હોય છે.

નાક: જે વ્યક્તિને ગુસ્સો જલ્દી આવતો હોય તેવા વ્યક્તિના નાક પર તલ કે મસો હોય છે. નાકની જમણી તરફ તલ હોય તો તેવી વ્યક્તિ ઓછી મહેનતે વધારે પૈસા કમાય છે, પરંતુ ડાબી તરફનો તલ મુશ્કેલી ઉભી કરે છે.

હડપચી: કોઈ વ્યક્તિની હડપચીની વચ્ચે તલ હોય તો તેને ખૂબ સરાહના પ્રાપ્ત થાય છે. જો તેની જમણી તરફ તલ હોય તો તેના જીવનમાં નામ, શહોરત અને પૈસાની કોઈ કમી નથી રહેતી. પરંતુ જો ડાબી તરફ તલ હોય તો આવા વ્યક્તિને લોકો ખાસ પસંદ નથી કરતા.

હોઠ: જો કોઈ વ્યક્તિના ઉપરના હોઠ પર તલ હોય તો તે સામે વાળા વ્યક્તિ જોડે સારો વ્યવહાર કરે છે. જે વ્યક્તિના નીચેના હોઠ પર તલ હોય તે વ્યક્તિ ખાવાનો શોખીન હોય છે અને અભિનયમાં તેને રૂચિ હોય છે.

ગાલ: જો વ્યક્તિના ડાબા ગાલ પર તલ કે મસો હોય તો તે બેહદ અભિમાની અને અહંકારી હોય છે અને તેને જીવનમાં અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. જો જમણા ગાલ પર તલ હોય તો તે પોતાના પરિવારજનો અને જીવનસાથીને ખૂબ પ્રેમ અને સમ્માન આપે છે. સાથે જ તેની ઉંમર લાંબી અને જીવન સ્વસ્થ હોય છે.

કાન: જે લોકોના કાન પર તલ હોય છે તેઓ નસીબ સારું હોય છે. તેમની પાસે બેશુમાર ધન-દોલત હોય છે અને તેમના નસીબમાં હરવા-ફરવાનું પણ વધારે લખ્યું હોય છે.

હાથ: જે વ્યક્તિના જમણા હાથમાં તલ હોય તે સ્વભાવથી કઠોર, પરંતુ બુદ્ધિમાન હોય છે. જ્યારે જે વ્યક્તિના ડાબા હાથમાં તલ હોય તે અમીર બનવાના સ્વપ્ન જુએ છે, પરંતુ સામાન્ય જીવન જ જીવે છે. Recent Story

Popular Story