વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં ક્રિકેટ પ્રવાસ અને અનુષ્કા જોડે બિજુ હનીમૂન મનાવી રહ્યો છે. કેપ ટાઉનમાં ક્રિકેટ ટૂર્નામેન્ટ રમવા ગયેલો વિરાટ કોહલી અનુષ્કા શર્મા સાથે ઘણા ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે.
ગયા મહિને લગ્ન કર્યા પછી વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આ સમયે તેમના બીજા હનીમૂનની ઉજવણી કરી રહ્યા છે. બંને હાલ દક્ષિણ આફ્રિકામાં છે. અહીં વિરાટ દક્ષિણ આફ્રિકાથી ક્રિકેટ શ્રેણી રમશે અને અનુષ્કા નવા વર્ષની રજાઓ માણી રહી છે.
સોશિઅલ મિડિયા પર ફરતા આ ફોટોગ્રાફ્સમાનો એક ફોટો વાયરલ થઈ ગયો છે. વિરાટના ફેનપેજમાં આ ચિત્ર જોવા મળ્યો છે જેમાં તે તેની ગરદનની આસપાસ એક રીંગ પહેરી હોય એવું દેખાય છે. આ તેના લગ્નની રીંગ છે. આવું કરવાનું કારણ ખૂબ સુંદર અને ક્યૂટ છે.
વિરાટ સમજાવે છે કે મેચ રમતા પહેલાં અથવા મેચની પ્રેક્ટિસ પહેલા વિરાટ તેની લગ્નની રીંગ તેની આંગળીમાંથી ઉતારીને તેની ગરદનની આસપાસ પહેરે છે. તે હમેશા આવું કરતો દેખાય છે.
વિરાટ એવું વિચારે છે કે તેના લગ્નની રીંગ પોતાનાથી દૂર કરવાના બદલે એ રીંગ તેના ગરદન પર પેહરે એ વધારે અગત્યનું છે. અનુષ્કા અને વિરાટ બંને આવી નાની વસ્તુઓ જોડે લોકોનું દિલ જીતીલે છે.