નવી દિલ્હી: ટુ વ્હીલર અને ચાર વ્હીલરના વાહનોનો ઇન્શ્યોરન્સ આજથી મોંઘો થઇ ગયો છે. અત્યાર સુધી ટુ-વ્હીલર ગાડીઓનું કમિશન ઓછું હોવાને કારણે વીમા એજન્ટ ઇન્શ્યોરન્સ કરવામાં વધારે રસ દાખવતા નહતા. એટલા માટે ઘણા સમયથી કમિશન વધારવાની માંગણી કરતાં રહેતા હતા. જેને મંજૂરી આપતાં ઇન્શ્યોરન્સ રેગુલેટર આઇઆરડીએએ વીમા એજન્ટોને મળતું કમિશનને વધારી દીધું છે.
કેટલું વધ્યું છે કમિશન
હવે વીમા કંપનીઓએ ચાર વ્હીલર વાહનોના કેસમાં એજન્ટને 15 ટકાની જગ્યાએ 17.5 ટકા અને ટુ વ્હીલરની બાબતે 10 ટકાની જગ્યાએ 15 ટકા કમિશન આપી શકશે.
કોમ્પ્રીહેન્સિવ કમિશન
દેશમાં બે પ્રકારના ઇન્શ્યોરન્સ કવરેજ હોય છે. કોમ્પ્રીહેન્સિવ અને થર્ડ પાર્ટી. કોમ્પ્રીહેન્સિવ હેઠળ ગાડીનું પૂરું ડેમેજ અને ચોરીને કવર કરવામાં આવે છે અને બીજા હેઠળ માત્ર થર્ડ પાર્ટીને કવર કરવામાં આવે છે. કોમ્પ્રીહેન્સિવ ઇન્શ્યોરન્સ કેસમાં કમિશન વધ્યું છે.
થર્ડ પાર્ટી બાબતે પણ ફીક્સ કમિશન
થર્ડ પાર્ટીના કેસમાં પહેલા એજન્ટનું કમિશન નક્કી નહતું. વીમા કંપનીઓએ મોટા પાયા પર એમને 100 થી 150 રૂપિયા આપતી હતી. પરંતુ હવે એમને વાર્ષિક પ્રીમિયમનો 2.5 ટકાનું કમિશનના રૂપમાં મળશે.
જરૂરી છે થર્ડ પાર્ટી મોટર ઇન્શ્યોરન્સ
ભારતમાં થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ બંધનકર્તા છે. એપ્રિલથી જૂનની વચ્ચે જનરલ ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા સંગ્રહિત પ્રીમિયમમાં એનું યોગદાન 55 ટકા છે. વર્તમાન નાણાકીય વર્ષની પહેલા ત્રણ મહિના દરમિયાન જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓને મોટર ઇન્શ્યોરન્સ પોલિસી વેચીને 138.50 અરબ રૂપિયાનો સંગ્રહ કર્યો. એમાં થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સનું યોગદાન 76.08 અરબ ડોલર રહ્યું.