રાજસ્થાનના CM વસુંધરા રાજે ગુજરાતના પ્રવાસે, ગૌરવયાત્રામાં રહ્યા ઉપસ્થિત

By : HirenJoshi 12:36 PM, 12 October 2017 | Updated : 12:36 PM, 12 October 2017
બનાસકાંઠાઃ રાજસ્થાનના સીએમ વસુંધરા રાજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે વસુંધરા રાજેનું ડીસામાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાની ભાજપની ગૌરવયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાનના સીએમની ગુજરાત મુલાકાતને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે એક પછી એક રાજકીય નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ, સપા, બસપા અને આપ સિવાય અન્ય પાર્ટીના નેતાઓ ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે. બધી પાર્ટીઓ પોતાની તનતોડ મહેનત કરી રહી છે ત્યારે ભાજપ દ્વારા ગૌરવયાત્રાનો પ્રારંભ કરાયો હતો. જેમાં રાજસ્થાનના સીએમ વસુંધરા રાજે ગુજરાતના પ્રવાસે પહોંચ્યા હતા.Recent Story

Popular Story