જો તમે ઘર કે ફ્લેટ ખરીદવાનું વિચારતા હોવ તો આ બાબતનું રાખો ધ્યાન

By : kavan 03:41 PM, 06 December 2017 | Updated : 03:41 PM, 06 December 2017
પોતાનું એક ઘરનુ ઘર હોય તે દરેક વ્યક્તિનું સ્વપ્ન રહેલુ છે. માણસ પોતાની જીંદગીભરની કમાણીમાંથી એક પોતાનું ઘર ખરીદવાનું ખાસ સ્વપ્ન જોતો હોય છે. પરંતુ જો તમે ઘર કે ફ્લેટ ખરીદવાનું વિચારતા હોવ તો આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. 

- ફ્લેટનો આકાર કાયમી લંબચોરસ અથવા સ્ક્વેર આકારમાં હોવુ અનિવાર્ય છે. L અથવા C આકારના ફ્લેટને શુભ માનવામાં નથી આવતા. 

- આ વાતનું ખાસ ધ્યાન રાખો કે ફ્લેટના દરવાજાની એકદમ સામે પગથિયા અથવા દાદરા ના હોવા જોઇએ. જો આ બંનેમાંથી એક વસ્તુ હશે તો ઘરના સભ્યોની સફળતા અટકી જશે.

- આપના ફ્લેટના ઇશાન કોણનો ભાગ મોટેભાગે ખુલ્લો હોવો જોઇએ. 

- ઘરનો મુખ્યદ્વાર પુર્વઇશાન દિશામાં,ઉત્તર ઇશાન ખુણામાં,દક્ષિણી આગ્નેય અથવા પશ્ચીમી વાયવ્ય દિશામાં હોય તેને અધિકત્તર શુભ માનવામાં આવે છે.

- એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ફ્લેટમાં મેઇન સ્વિચનું બોર્ડ આગ્નેય ખુણામાં હોવુ અનિવાર્ય છે. આ મેઇન સ્વિચ ટોયલેટ અથવા બાથરૂમની વચ્ચેના હોવું જોઇએ.

- ઘરના જે મુખ્ય વ્યક્તિ હોય તેનો બેડરૂમ નૈઋુત્ય કોણમાં હોવો જોઇએ. 

- જ્યારે રસોઇ ઘર એટલેકે રસોડું આગ્નેય કોણ અથવા વાયવ્ય કોણમાં હોવું જોઇએ. 

- જ્યારે બાલકની અને બારીઓ ઉત્તર અને પુર્વ દિશામાં હોવાથી ખુબ લાભ થાય છે. Recent Story

Popular Story