મુંબઈ: બોક્સ ઓફિસ પર સુપરહિટ ફિલ્મ જુડવા-૨ આપનાર વરુણ ધવન હવે પોતાની નવી ફિલ્મ સાથે તૈયાર છે. તેની આ ફિલ્મનું નામ ઓક્ટોબર રાખવામાં આવ્યુ છે જેને સુજિત સરકારે બનાવી છે. થોડા સમય પહેલા વરુણ ધવને ટિ્વટ કરી માહિતી આપી હતી કે આ ફિલ્મ 1 જૂન 2018ના રોજ રીલીઝ થવાની છે.
ત્યારે હવે વરુણ ધવને વધુ એક ટિ્વટ કરી જણાવ્યુ છે કે ફિલ્મની રીલીઝ ડેટ બદલવામાં આવી છે હવે આ ફિલ્મ ૧ જુનની જગ્યાએ વહેલી રીલીઝ કરવામાં આવશે. એટલે કે આ ફિલ્મ ૧૩ એપ્રિલના રોજ રીલીઝ કરાશે. વરુણ ધવને ટિ્વટર પર જણાવ્યુ છે કે ઓક્ટોબરની રાહ હવે પુરી થઈ.
આ ફિલ્મ ૧૩ એપ્રિલે રીલીઝ થઈ જશે. મહત્વનુ છે કે આ ફિલ્મમાં વરુણ ધવને પ્રથમ વખત સુજિત સરકાર સાથે કામ કર્યુ છે. વરુણ અને સુજિતે આ ફિલ્મમાં લીડ અભિનેત્રી તરીકે બંટીયા સંધુને કાસ્ટ કરી છે. આ ફિલ્મની વાર્તા દ્વિચતુર્વેદીએ લખી છે અને ફિલ્મ એક લવસ્ટોરી હશે.