વલસાડ:વલસાડના ઉંમરગામમાં ગરબા રમતા સમયે એક યુવાનનું મોત નિપજ્યું છે. ઉમરગામની રોટરી ક્લબ આયોજીત ગરબામાં ગ્રાઉન્ડ પર ગરબા રમતો એક યુવાન અચાનક ઢળી પડયો હતો. જોકે યુવાનનું મોત કયા કારણોસર થયું છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે શક્તિની ઉપાસનાનું પર્વ ચાલી રહ્યા છે ત્યારે અનેક સ્થળે ગરબાનું આયોજન કરવામાં આવ્યા છે ત્યારે વલસાડના ઉમરગામે યોજાયેલ ગરબા મહોત્સવમાં યુવાન ઢળી પડતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું