ઉત્તર કોરીયાના આકાશમાં અમેરિકાએ ઉડાડ્યુ બોંબર વિમાન,તણાવ વધ્યો

By : kavan 03:33 PM, 11 October 2017 | Updated : 03:33 PM, 11 October 2017
અમેરિકા અને ઉત્તર કોરીય વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે ત્યારે અમિરીકન સેનાએ પોતાની તાકાતનું પ્રદર્શન કરવામાંટે તાજેતરમાં ઉત્તર કોરીયાના આકાશમાં પોતાના બે બોંબર વિમાન ઉડાવતા વધુ તંગદિલી છવાઇ ગઇ હતી.
 
આ કાર્યાવાહી એવા સમયે કરવામાં આવી હતી જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરીયાથી વધી રહેલા  ભયને ઓછો કરવામાં માંટે પોતાના ટોપ લેવલના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ઉત્તર કોરીયા સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે ઉત્તર કોરીયા દ્વારા એક પછી એક મિસાઇલ અને હથીયારોનું પરીતક્ષણ કરવામાં આવી રહ્યુ છે ત્યારે તેની આ હરકતને કારણે દુનિયાના દેશો પરેશાન થઇ ઉઠ્યા છે. અમેરિકા આ અંગે એકવાર ઉત્તર કોરીયા સામે પગલા લેવાની ચીમકી ઉચ્ચારતા જવાબમાં કોરિયાના તાનાશાહ કિમ જોંગે પણ અમેરિકા પર પરમાણું હુમલો કરવાની ધમકી આપી હતી.Recent Story

Popular Story