યૂપીના CM યોગી આદિત્યનાથ પારડી પહોચ્યા, ગૌરવયાત્રામાં જોડાયા

By : HirenJoshi 08:45 AM, 13 October 2017 | Updated : 10:35 AM, 13 October 2017
સુરતઃ ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યાનાથ ગુજરાત પહોંચ્યા છે. ત્યારે તેઓ ગૌરવયાત્રામાં જોડાયા હતા. યોગી વલસાડ-નવસારી તેજમ 25થી 30 જાહેર સભા સંબોધશે.

ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. યાત્રાઓ અને લોકાર્પણો દ્વારા ભાજપ સરકાર જનતા સુધી પહોંચવા મથી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત એ માત્ર ભાજપ માટે જ નહીં પરંતુ પ્રધાનમંત્રી મોદી માટે પણ જાણે વટનો સવાલ બની ગઈ છે. તેવામાં કેન્દ્રની ભાજપ સરકાર તરફથી નિર્દેશ મુજબ ભાજપના પ્રથમ હરોળના નેતાઓને ગુજરાતમાં જનસભાઓ ગજવવા માટે અને લોકોને ભાજપાભિમુખ બનાવવા માટે કહેવામાં આવ્યું છે.

જેના પગલે અન્ય ભાજપા દિગ્ગજની જેમ ઉત્રર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ આજે  ગુજરાત ગૌરવયાત્રામાં હાજરી આપવાના બહાને ચૂંટણીનો ભગવો માહોલ ખડો કરવા આવ્યા છે. તેઓ બે દિવસ ગુજરાતમાં રહીને દક્ષિણ ગુજરાત અને કચ્છમાં જાહેરસભાઓ ગજવીને ભાજપને લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કરશે.

ગુજરાતમાં યોગી 
  • ઉત્તરપ્રદેશ સીએમ યોગી આદિત્યનાથ આવશે ગુજરાતના પ્રવાસે  
  • 13 ઓક્ટોબરે સવારે આદિત્યનાથનું થશે ગુજરાતમાં આગમન  
  • 13 અને 14 ઓક્ટોબરે `ગુજરાત ગૌરવયાત્રા'માં જોડાશે  
  • 13 તારીખે દક્ષિણ ઝોનની `ગુજરાત ગૌરવયાત્રા'માં જોડાશે  
  • યોગી આદિત્યનાથ સંબોધશે જાહેરસભાઓ  
  • સુરત ખાતે ઉત્તર ભારત ઉદ્યોગ પરિસંઘના પ્રતિનિધિઓ સાથે યોજશે બેઠક  
  • 14 ઓટોબરે કચ્છ જિલ્લામાં ગૌરવયાત્રામાં આપશે હાજરી  Recent Story

Popular Story