ભારતના આ ગામમાં અનોખી પ્રથા, 15 દિવસ દેવી બનાવીને છોકરીઓને રાખવામાં આવે છે નગ્ન

By : krupamehta 01:11 PM, 13 November 2017 | Updated : 01:11 PM, 13 November 2017
દરેક દેશમાં લોકોને પોતાની સંસ્કૃતિ અને પરંપરા હોય છે. લોકો આ રિવાજોને નિભાવવા માટે અજીબોગરીબ રસ્મો નિભાવે છે. આજે અમે તમને એક એવા ગામ માટે જણાવવા જઇ રહ્યા છીએ જ્યાં રિત-રિવાજોના નામ પર છોકરીઓને દેવી બનાવવાના નામ પર નિર્વસ્ત્ર કરી દેવામાં આવે છે. વિશ્વાસ અને આસ્થાના નામ પર અહીંયા લોકો છોકરીઓને નગ્ન કરીને એમની પૂજા કરે છે. 

તમિલનાડુના મૈદૂર જિલ્લામાં સ્થિત યેજાઇકથા અમ્માન મંદિરમાં 7 છોકરીઓને દેવી બનાવવાના નામ પર 15 દિવસ સુધી નગ્ન રાખવામાં આવે છે. ગામના લોકો આ પસંદ કરેલી છોકરીઓને ભાગ્યવાન માનીને એમને આવું કરવાની પરવાનગી આપે છે. પંડિતની સામે પરેડ કર્યા બાદ એક પુરુષ પંડિત દ્વારા આ છોકરીઓને પસંદગી કરવામાં આવે છે. 

15 દિવસ સુધી આ છોકરીઓને કમરની ઉપર સુધી નિર્વસ્ત્ર કરીને મંદિરમાં રહેવાનું હોય છે. 15 દિવસો સુધી આ છોકરીઓની પાસે કોઇ જઇ શકતું નથી. છોકરીના મા-બાપને પણ એમને મળવાની પરવાનગી મળતી નથી. 

આ છોકરીઓના અડધા શરીર પર માત્ર ફૂલમાળા, ઘરેણા અને જ્વેલરી જ હોય છે. આ દરમિયાન 10-14 વર્ષ સુધી આ છોકરીઓને દેખરેખ માત્ર પંડિત જ કરે છે. પ્રાચીન સમયથી ચાલી આવતી આ પ્રથામાં આસપાસના 60 ગામ ભાગ લે છે. Recent Story

Popular Story