નવી દિલ્હી: દેશભરમાં પેટ્રોલ ડિઝલની કિંમતોએ સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધારી દીધો છે. દેશમાં પેટ્રોલના ભાવ 80 રૂપિયાની પાર અને ડિઝલ ની કિંમત 67 રૂપિયાના સ્તર પર પહોંચી ગઇ છે. જનતાને થોડી રાહત આપવા માટે પેટ્રોલિયમ મંત્રાલય આગામી બજેટમાં પેટ્રોલ અને ડિઝલ પર લાગનારી એક્સાઇઝ ડ્યૂટીમાં કાપ ઇચ્છે છે.
હાલમાં જ પેટ્રોલ પર 19 રૂપિયા 48 પૈસા અને ડિઝલ પર 15 રૂપિયા 33 પૈસા એક્સાઇઝ ડ્યૂટી વસૂલવામાં આવે છે. આગામી બજેટમાં પેટ્રોલ અને ડિઝલ પર ઉત્પાદ શુલ્કમાં કાપ સરકાર માટે સરળ નથી. સરકાર પહેલાથી જ રાજકોષિય નુકસાન અને એક જુલાઇથી લાગૂ GSTના કારણે ટેક્સ રેવન્યૂમાં ઘટાડાનો સામનો કરી રહી છે.
નાણાંકીય વર્ષ 2016 17માં પેટ્રોલિયમ ક્ષેત્રએ 81 બિલિયન ડોલરનું યોગદાન કર્યું છે જે કેન્દ્ર અને રાજ્યોના કુલ આવકનો 1/3 ભાગ છે. જાણકારી માટે જણાવી દઇએ કે ભારત નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016 સુધી 9 વખત એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કરવામાં આવી ચુક્યો છે.