ભારત-અમેરિકાના દબાણમાં પાકિસ્તાને કર્યો એક મોટો નિર્ણય

By : HirenJoshi 11:00 AM, 13 February 2018 | Updated : 11:37 AM, 13 February 2018
અમેરિકા અને ભારતના દબાણમાં આવીને પાકિસ્તાને આતંકવાદીઓની વિરૂદ્ધ કડક એક્શન લેવા માટે મજબૂર થયું છે. પાકિસ્તાને એક મોટો નિર્ણય કર્યો છે. જેમાં મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઇદની મુશ્કેલીઓ વધી શકે છે.

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસૈને એક એવા વટહુકમ પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા પ્રતિબંધિત વ્યક્તિઓ અને લશ્કર એ તૈયબા, અલ કાયદા અને તાલીબાન જેવા સંગઠનો પર લગામ લગાવવાનું છે.

UNSC દ્વારા પ્રતિબંધિત વ્યક્તિઓ અને આતંકવાદી સંગઠનોની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા. તેમના કાર્યાલયો અને બેંક ખાતાઓને સીલ કરવાનો અધિકાર આપે છે.

UNSCની પ્રતિબંધિત લિસ્ટમાં અલ કાયદા, તહરીક એ તાલિબાન પાકિસ્તાન, લશ્કર એ ઝાંગવી, જમાત ઉદ દાવા, ફલાહ એ ઇંસાનિયત ફાઉંડેશન, લશ્કર એ તૈયબા અને અન્ય આતંકી સંગઠનો સામેલ છે.Recent Story

Popular Story