કોંગ્રેસને પોતાના જ ગઢમાં કડવો અનુભવ, સ્થાનિકોના વેધક પ્રશ્નોથી કાર્યકરો મુકાયા મુઝવણમાં

By : KiranMehta 09:49 PM, 14 November 2017 | Updated : 09:49 PM, 14 November 2017
આણંદ જિલ્લામાં કોંગ્રેસના ડોર ટુ ડોર પ્રચારમાં હોબાળો મચ્યો હતો. આણંદના ઉમરેઠમાં પ્રચાર દરમિયાન કોંગ્રેસના કાર્યકરોને નાગરિકોએ વેધક સવાલો કરીને મુંઝવણમાં મુકી દીધા હતા. 

આશ્ચર્યની વાત તો એ હતી કે, કોંગ્રેસના ગઢમાં જ કોંગ્રેસ કાર્યકરોને લોકોના વિરોધનો સામનો કરવો પડયો હતો. પ્રચારમાં નીકળેલા કોંગ્રેસના કાર્યકરોને સ્થાનિક નાગરિકોએ પહેલા મુરતિયો લાવો. વર વગરની જાન ન ચાલે કહીને કહીને મુંઝવણમાં મુકી દીધા હતા. 

સાથે જ કાર્યકરોને કહ્યું હતું કે,  નિશાન ઘડિયાળ કે પંજો તે નક્કી કરો પછી વોટ માગવા નીકળો તેમ કહીને એનસીપીને પણ કાર્યકરોએ આડેહાથ લીધી હતી. પોતાના ગઢમાં જ પોતાનો વિરોધ જોઈને કાર્યકરો બઘવાઈ ગયા હતા. 

ઉલ્લેખનીય છે કે, ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી ચે તેમ પ્રચારનો ધમધમાટ જોરશોરથી થઈ રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને ડોર ટુ ડોર પ્રચાર કરી વોટ પોતાના કાતામાં નંકાય તેનુા પ્રયત્નો કરી રહ્યા છે. તેવામાં કોંગ્રસ દ્વારા પ્રચાર માટે નીકળેલ કાર્યકર્તાઓને પોતાના ગઢમાં સ્થાનિકોએ વે્ધક સવાલો કરી બાનમાં લીધા. Recent Story

Popular Story