2 બસો ધડાકાભેર અથડાઇ, 4 લોકોના મોત, 30ને ઇજા

By : HirenJoshi 11:21 AM, 05 December 2017 | Updated : 11:21 AM, 05 December 2017
આણંદઃ આજે વહેલી સવારે બે ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થઇ ગયા છે. જયારે 30થી વધુને ઇજા પહોચી છે. આંકલાવના મુજકુવા ગામ પાસે આ અકસ્માત થયો છે.  

આ અકસ્માતમાં 2 લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે. ગમખ્વાર અકસ્માતમાં 2ના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. ઘટનાની જાણ થતાં પોલીસને જાણ થતાં તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી હાથ ધરી હતી.
 

ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતમાં 30થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. જેમાં ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે 4 લોકોના મોત થયા છે જેમાં 2ના ઘટના સ્થળે અને વધુ 2ના સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતા.Recent Story

Popular Story