ટ્રકની ટક્કરથી એસ.ટી બસ ઊંધી વળી જતાં મુસાફરોના જીવ પડીકે બંધાયા,જાનહાની ટળી

By : kavan 11:14 AM, 21 November 2017 | Updated : 11:22 AM, 21 November 2017

મહેસાણા: રાજ્યમાં માર્ગ અકસ્માતોનો દોર છેલ્લા કેટલાક સમયગાળાથી સતત વધતો રહ્યો છે ટાયરે આજે વહેલી સવારે ગુજરાત એસ.ટી નિગમની બસ માર્ગ અકસ્માતનો ભોગ બનતા મુસાફરી કરતા પેસેન્જરોના જીવ પડીકે બંધાયા હતા.

તાજેતરમાં સૂત્રો દ્વારા જાણવા મળેલ માહિતી મુજબ મહેસાણા નજીક પાંચોટ બાયપાસ સર્કલ નજીક ટ્રકે પાછળથી ટક્કર મારતા એસ.ટી. બસ પલટી ખાઇ જતાં અફરાતફરી મચી ગઇ હતી.

આ અકસ્માતની ઘટનામાં બસમાં બેઠેલા તમામ મુસાફરોનો અદ્દભુત બચાવ થયો હતો. જોકે ૧૭ મુસાફરોને નાની મોટી ઇજા પહોંચતા સારવારર્થે ખસેડાયા હતા. સદ્દનસીબે કોઇ જાનહાની થઇ નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર ડિસા એસ.ટી. ડેપોની બોપલથી ડિસા જતી એકસપ્રેસ બસ સવારના ૮ કલાકે મહેસાણા નજીક પાંચોટ બાયપાસ સર્કલ નજીકથી પસાર થઇ રહી હતી ત્યારે પાછળથી પુરઝડપે આવી રહેલી ટ્રકે બસને પાછળથી ટક્કર મારતા બસ પલટી ખાઇ જઇ ૧૦ ફૂટ ઢસડાઇ હતી.

બસમાં બેઠેલા મુસાફરોએ ભયના કારણે ચીચીયારીઓ કરી મૂકતા ઉત્તેજના છવાઇ હતી. આ ઘટનામાં ચાર મહિલા સહિત ૧૭ મુસાફરોને નાની-મોટી ઇજા પહોંચી હતી. પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 
Recent Story

Popular Story