ગુજરાતનું એક એવું મંદિર જે દરિયાના પેટાળમાં અવર-જવર કરે છે

By : kavan 05:36 PM, 05 December 2017 | Updated : 05:36 PM, 05 December 2017
ગુજરાતની પ્રજા ફરવા માટે ખુબ ઉત્સાહિત હોય,આખા વિશ્વમાં ફરવાનો શોખ ધરાવતી આ પ્રજાને નવું-નવું જાણવાનો અને માણવાનો ખુબ શોખ છે.  ગુજરાતમાં એવી કેટલાયે કુદરતી સંપત્તિ છે તથા એવા કેટલાય ફરવાલાયક સ્થળો આવેલા છે જેમાં ઘણાખરા જાણીતા પણ છે અને કેટલાક અલ્પ પ્રચલિત છે. 

ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલ સ્તંભેશ્વર જંબુસર નજીક આવેલ કાવી-કંબોઇ નામના ગામમાં આવેલ છે. આ મંદિર દરિયાની લહેરો સાથે દરિયાના પેટાળમાં સમય પ્રમાણે આવ-જા કરે છે.આ મંદિરના દર્શન કરવામાટે રોજ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે.

જ્યારે દરિયામાં ભરતી આવેલ હોય તે સમયે મંદિર દરિયાના પેટાળમાં જતુ રહે છે અને ઓટ સમયે શિવલીંગ દરિયાની બહાર આવી જાય છે. 

મંદિર સાથે જોડાયેલ પૌરાણિક કથાનુસાર તાડ઼કાસુર નામના રાક્ષસે શિવની ઉપાસના કરી શિવ પાસેથી વરદાન મેળવ્યુ કે મને ફક્ત તમારો જ પુત્ર મારી શકે અને તેની ઉંમર માત્ર 6 દિવસની જ હોય,દેવાધિદેવ મહાદેવ પાસેથી આ વરદાન મેળવતા જ રાક્ષસ તાડકાસુરે પૃથ્વી પર હાહાકાર મચાવવાનો શરૂ કરી દીધો. 

તાડકાસુરના ત્રાસથી કંટાળેલા ઋુષિ,મુનીઓ અને દેવી-દેવતાઓ કંટાળીને આ રાક્ષસનો અંત લાવવા શિવને વિનંતી કરી. 
શિવ અને શક્તિએ પોતાની શક્તિથી શ્વેત પર્વતના કુંડમા કાર્તિકેયને જન્મ આપ્યો જેને 6 માથાં,4 આંખ અને 12 હાથ હતા. કાર્તિકેયે 6 દિવસની ઉંમરમાં જ આ અસુરનો વધ કર્યો.

જ્યારે કાર્તિકેયને ખબર પડી કે આ અસુર તેના પિતા શિવનો પરમ આરાધક હતો ત્યારે તે વ્યથિત થઇને વિષ્ણુ પાસે ગયા અને પશ્ચાતાપ કરવા જણાવ્યું, ભગવાને કાર્તિકેયને કહ્યુ કે અસુરના વધસ્થળ પર એક શિવ મંદિરનું સ્થાપન કર તેથી તારૂ મન શાંત થઇ જશે. અને આ મંદિર અસ્તિત્વમાં આવ્યું

150 થી વધુ વર્ષ જુના આ મંદિરમા રહેલ શીવલીંગનો આકાર 4 ફુટ ઉંચાઇ ધરાવે છે. આ સ્થળ વડોદરાથી આશરે 85 કિલોમીટરના અંતરે આવેલ છે.Recent Story

Popular Story