વિરાટની સેન્ચ્યુરી બાદ અનુષ્કાએ કર્યું કઈંક આવું

By : Janki 12:29 PM, 08 February 2018 | Updated : 12:29 PM, 08 February 2018
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્નને લગભગ બે મહિના જેવું થઈ ગયું છે. ઉજવણીઓ અને વેકેશનના એક મહિના પછી, આ બંનેએ જાન્યુઆરીમાં ફરી કામ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે વિરાટ સાઉથ આફ્રિકાના પ્રવાસમાં વ્યસ્ત છે ત્યારે અનુષ્કા તેની ફિલ્મોની શૂટિંગ કરી રહી છે. આવા સંજોગો હોવા છતાં આ બંને એક બીજાને ચીયર કરવાની કોઈ તક ચુકતા નથી.વિરાટે અનુષ્કાની આગામી ફિલ્મ 'પરી' નું ટીઝર બુધવારે ટ્વિટર પર શેર કર્યું હતું અને દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ODIમાં જયારે વિરાટે સદી ફટકારી હતી ત્યારે કૂદી કૂદીને અનુષ્કાનએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

અનુષ્કાએ તેના ઉત્સાહને વ્યક્ત કરવા Instagram પર વિરાટના ફોટો મૂક્યાં હતા અને લખ્યું હતું કે "શું વ્યક્તિ છે આ માણસ."


આ મેચમાં વિરાટના મજબૂત પ્રદર્શનના લીધે તે ICCના બેટિંગની રેન્કિંગ લિસ્ટમાં પ્રથમ સ્થાન પર આવી ગયો છે.Recent Story

Popular Story