હનુમાનજીને ચઢાવશો આ ખાસ પાન, તો દૂર થઇ જશે દુર્ભાગ્ય

By : juhiparikh 02:58 PM, 09 January 2018 | Updated : 03:08 PM, 09 January 2018
જે લોકોને ભાગ્યનો સાથ નથી મળતો, તેમના કામ ક્યારેય પાર પડતાં નથી. જ્યોતિષની માન્યતા છે કે ગ્રહોની અશુભ સ્થિતિને કારણે આ થાય છે. ગ્રહો તરફથી શુભ ફળ મેળવવા માટે અને દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવા માટે જ્યોતિષમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. અહીંયા જાણો કેટલાક એવા જ ખાસ ઉપાય:

સૂર્યોદય પછી અને સૂર્યાસ્તથી પહેલા દિવસમાં એક રોટલી લઇ અને આ રોટલીને તમારા ઉપરથી 21 ફેરવી લો, જે પછી આ રોટલી કૂતરાને ખવડાવી દો અથવા તો એવા નદી કે તળાવમાં નાંખી દો, જ્યાં માછલીઓ હોય.

દરેક મંગળવાર અને શનિવારના હનુમાનજીને મીઠું પાન ચઢાવો, ધ્યાનમાં રાખો કે આ પાનમાં ચૂનોને ન લગાવવામાં આવ્યો હોય. જે પછી તેલનો દીવો કરી, અને હનુમાન ચાલીસાનો પાઠ કરો.

કોઇ ગરીબને સવા કિલો ગોળ અથવા તો સવા કિલો ચણાનું દાન કરો.

વેપારમાં લાભ નથી મળી રહ્યો તો બુધવારે એક પોપટને પિંજરા સહિત ખરીદો અને પોપટને આઝાદ કરી લો.

દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવા માટે કોઇ મંદિરમાં પીપળાનો ઝાડ વાવો, પીપળાની દેખરેખની વ્યવસ્થા કરો. દર શનિવારે પીપાળાંને જળ ચઢાવીને તેની 7 પરિક્રમા કરો, જેમ-જેમ પીપળાં ઝાડની વુદ્ઘિ થશે તેમ-તેમ તમારી મુશ્કેલીઓ દૂર થશે.

ઉપર જણાવેલા તમામ ઉપાયોનું પાલન નિયમિત રૂપથી કરવામાં આવશે તો નજીકના ભવિષ્યમાં સકારાત્મક ફળ મળવાની સંભાવવા વધી જશે. આ ઉપાયોની સાથે સાથે અધાર્મિક કામોથી બચો, નહીં તો આ ઉપાય નિષ્ફળ થઇ શકે છે.Recent Story

Popular Story