આ બેંકના 700 ATM ફેબ્રુઆરી અંત સુધી થઇ જશે બંધ!

By : krupamehta 03:37 PM, 14 February 2018 | Updated : 03:37 PM, 14 February 2018
એ લોકો માટે ખરાબ સમાચાર છે જે બેંક ઓફ ઇન્ડિયાના કસ્ટમર્સ છે. બેંક ફેબ્રુઆરીના અંત સુધીમાં પોતાના 700 એટીએમ બંધ કરવા જઇ રહી છે. સાર્વજનિક ક્ષેત્રની મહત્વ બેંકોમાં સમાવેશ બેંક ઓફ ઇન્ડિયાને ખર્ચો ઓછો કરવા માટે આવું કરવું પડી રહ્યું છે. આ ઉપરાંત એ 300 અન્ય એટીએમ બંધ કરવા પર પણ વિચાર કરશે. બેંકનું NPA સતત વધતું જઇ રહ્યું છે. વધતી બેંક લોનના કારણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એની પકડ મજબૂત કરી લીધી છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બેંક એટીએમ બંધ કરવાનો નિર્ણય લેતા પહેલા ગ્રાહકની આવશ્યકતાઓ અને સુવિધાઓ પર પણ વિચાર કરી રહી છે. 2017 એપ્રિલમાં બેંકે 90 એટીએમ મશીનોને બંધ કરી દીધા હતા. 

નોંધનીય છે કે એનપીએને ઓછી કરવા માટે ભારતીય રિઝર્વ બેંકે બેંક ઓફ ઇન્ડિયા વિરુદ્ધ તત્કાલ સુધારાત્મક કાર્યવાહી શરૂ કરી છે. બેંકની એસેટ્સની ગુણવત્તા ઊચ્ચ એનપીએના કારણે ખરાબ થઇ ગઇ છે. સપ્ટેમ્બર 2017ના અંત સુધીમાં બેંક ઓફ ઇન્ડિયા ની કુલ એનપીએ વધીને 12.62% અને નેટ એનપીએ 6.47% થઇ ગયો. 

બેંક ઓફ ઇન્ડિયાએ પહેલા જ દેશમાં એટીએમની સંખ્યા ઓછી કરી લીધી હતીગત વર્ષે ડિસેમ્બરમાં એટીએમ મશીનોની સંખ્યા 7,807 હતી, જે એપ્રિલમાં ઘટીને 7,717 થઇ ગઇ. BOIના પ્રબંધ વિર્દેશક અને મુખ્ય કાર્યકારી અધિકારી દીનબંધુ મહાપાત્રાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે બેંક ઘણા સમય પહેલાથી આવી પ્રકારના ફેરફારની યોજના પર કામ કરી રહી છે. 

બેંકે પોતાની કેટલીક સુવિધાઓમાં કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. આ કાપના કારણે આસપાસની બેંકનું એટીએમ બંધ થઇ શકે છે. બેંકે એના માટે સંબંધિત પક્ષોને નોટીસ પણ જારી કરી દીધી છે. વધતા નુકસાનથી પરેશાન થઇને પોતાની 9 વિદેશી બ્રાંચ અને પ્રતિનિધિ કાર્યાલયોને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 

જો કે બેંકે પોતાના ત્રિમાસીક પરિણામ જારી કરતી વખતે કહ્યું હતું કે એ હારમાં પોતાના 200 એટીએમ બંધ કરવા જઇ રહ્યા છે. તેમજ એ માટે બેંકે સંબંધિત પક્ષોને નોટિસ જારી કરી દીધી છે. પરંતુ એને બંધ થનારા એટીએમનું લિસ્ટ જારી કર્યું નથી અને માનવામાં આવી રહ્યું છે કે મોટી સંખ્યામાં અન્ય એટીએમ પણ બંધ થઇ શકે  છે. Recent Story

Popular Story