બિટકૉઇન પર ભલે સરકાર અત્યાર સુધી પોતાનો વિચાર સ્પષ્ટ કરી શકી નથી પરંતુ ક્રિપ્ટોકરન્સી પર ઇન્વેસ્ટ કરનારા લોકોને ખૂબ જ નફો થઇ રહ્યો છે. નવેમ્બર 2010માં બિટકૉઇન પર 1 લાખ રૂપિયાના ઇન્વેસ્ટ કરનારા 7 વર્ષ પછી જ તે બિટકૉઇનના 625 કરોડ રૂપિયા મળે છે. 7 વર્ષમાં ભારતમાં 10 રૂપિયાની બિટકૉઇનની કિંમત હવે 6 20 000 રૂપિયા થઇ ગઇ છે.
વૈશ્વિક બજારોમાં 10 000 ડૉલરના આંકડાથી કેટલાક ડૉલર જ ઓછા છે. નવેમ્બર 2010માં બિટકૉઇનની કિંમત 0.22 ડૉલર હતી જે હવે 9 650 ડૉલર એટલે કે 6.22 લાખ રૂપિયા થઇ ચૂકી છે. ડૉલરના આાધાર પર 7 વર્ષમાં બિટકૉઇનમાં 43 86 264%નો વધારો થયો છે.
હાલના સમયમાં કુલ 1.7 કરોડ બિટકૉઇન્સ છે. માર્કેટ એક્સપર્ટ્સ અનુસાર જો બિટકૉઇન સ્વીકારવામાં આવે તો તેની કિંમત વધારે વધશે અને સ્પાઇય સીમિત છે. બિટકૉઇન્સની સીમિત સપ્લાઇને કારણે તેના નેચરનો આઇડિયા લેવો સહેલો છે.
શું છે બિટકૉઇન:
બિટકૉઇન વાસ્તવમાં ઑનલાઇન વર્ચુઅલ કરન્સી છે. જોકે તે કોઇ કાગળનો દસ્તાવેજ નથી. વર્ચુઅલ કરન્સી ખરીદવા સંબંધિત કરન્સીની એપ ડાઉનલોડ કરવાની હોય છે. એપની મદદથી તમારા એકાઉન્ટમાં રૂપિયા ચૂકવીને વર્ચુ્અલ કરન્સી ખરીદી શકો છો. એટલું જ નહી જ્યારે એપ પર જઇને તમે કરન્સી વેચી પણ શકો છો..ભારતમાં કેટલીય વૉલેટ કંપની વર્ચુઅલ કરન્સી ખરીદવા માટે તમારા પ્લેટફોર્મ આપે છે. જોકે વર્ચુઅલ કરન્સીને ન તો સરકારે ન તો રિઝર્વ બેંકે કોઇ માન્યતા આપી છે.