આજથી ચાલુ થયું છે પંચક ભુલથી પણ ન કરશો આ કામ

By : krutarth 06:07 PM, 02 October 2017 | Updated : 06:07 PM, 02 October 2017
ધર્મ ડેસ્ક : ભારતીય જ્યોતીષની વાત કરીએ તો પંચકને ખુબ જ અશુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે હાલનાં સમયમાં કોઇ પણ શુભ કામ કરી શકાય નહી. આજ ધનિષ્ઠા નક્ષત્રની સાથે સાથે પંચકની શરૂઆત થઇ ચુકી છે. પંચક ખાસ પાંચ નક્ષત્રમાં જ બેસે છે. જેમાં ધનિષ્ઠા, શતભિષા, ઉતરા, ભાદ્રપદ પુર્વા ભાદ્રપદ અને રેવતી નક્ષત્રનો સમાવેશ થાય છે. જેમાં કોઇ પણ શુભ કામ થઇ શકતું નથી. 

પંચક 2 ઓક્ટોબર, સોમવારે સવારે 7.14 વાગ્યે ચાલુ થઇ રહ્યો છે જે 6 ઓક્ટોબર શુક્રવારે રાત્રે 8 વાગીને પુરૂ થશે. આ વખતે સોમવારે હોવાનાં કારણે તેને રાજ પંચક તરીકે ઓળખવામાં આવશે. આ પંચકમાં કોઇ પણ પ્રકારનું નિર્માણ કાર્ય, ઓજાર અને મશીનરી કામનો શરૂઆત કરવી અશુભ માનવામાં આવે છે. તેનાથી નુકસાન તઇ શકે છે. તેનાં માટે આ પંચકો દરમિયાન કોઇ એવું કામ ન કરવું જોઇએ. જેનાં કારણે તમારે પરેશાન થવું પડે. આ પંચક દરમિયાન કયા કયા કામ અશુભ માનવામાં આવે છે. 

રાજમાર્તંડ ગ્રંથ અનુસાર  જ્યારે પંચક ચાલુ હોય ત્યારે કોઇ પણ યાત્રામાં ન જવું જોઇએ. જો તમે ક્યાંય જઇ પણ રહ્યા હો તો દક્ષિણ દિશા તરફ તો જવું ન જ જોઇએ. કારણ કે દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે. જેનાં કારણે તમારી યાત્રા કરવી દુર્ઘટનાં અથવા વિપત્તી પણ લાવી શકે છે. માનવામાં આવે છે કે જ્યારે અગ્નિ પંચકમાં જે સમયે ધનિષ્ઠા નક્ષત્ર હોય તે સમયે ઘરે લાકડા, ઘાસ અથવા તો પછી કોઇ સળગે તેવી કોઇ વસ્તુ એકત્ર ન કરવી જોઇએ. આવું કરવાથી લોકોમાં ભય રહે છે. માનવામાં આવે છે કે અગ્નિ પંચક વાળો દિવસ આગનો હોય છે. Recent Story

Popular Story